શ્રેયસ ઐયર ટોપ ફોર્મમાં
સિરીઝમાં બન્ને ટીમ એક-એક મેચ જીતી ચૂકી છે, અને બરાબરી પર ચાલી રહી છે. હવે ત્રીજી મેચ નિર્ણાયક બની ગઈ છે. સિરીઝની પહેલી મેચમાં ભારત જીતની નજીક પહોંચ્યું હતું પરંતુ જીતી શક્યું નહોતું, આ પછી બીજી મેચમાં ભારતે દમ બતાવ્યો અને સિરીઝ બરાબરી પર લાવી દીધી હતી. બીજી વનડેમાં શ્રેયસ ઐયરે દમદાર બેટિંગ કરી હતી હવે ત્રીજી વનડેમાં પણ તેની પાસે ઘણી આશાઓ બાંધવામાં આવી રહી છે. તેણે વનડેની પહેલી 6 ઈનિંગ્સમાં 50, 44, 63, 54, 80*, 113* રન બનાવ્યા છે.
શિખર વિરુદ્ધ પાર્નેલ
ટીમની બેટિંગ સિરીઝની બન્ને મેચમાં સારી રહી છે, જોકે, શિખર ધવનનું બેટ હજુ પણ મૌન રહ્યું છે. શિખરે હવે પોતાના હોમ ગ્રાઉન્ડ પર દર્શકોને ખુશ કરવા માટે સાઉથ આફ્રિકાના પેસર વેન પાર્નેલના અંદર આવતા બોલને સમજવા પડશે. પહેલી બન્ને મેચમાં પાર્નેલે શિખર ધવનને સસ્તામાં પેવેલિયન ભેગો કર્યો છે. શિખરે આ સિરીઝમાં પાર્નેલના 19 બોલનો સામનો કર્યો છે જેમાં માત્ર 4 રન બનાવ્યા છે.
સિરાજને મળી તક
મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું છે અને વિકેટ્સ પણ લીધી છે. જસપ્રીત બુમરાહની જગ્યાએ T20 વર્લ્ડકપમાં જગ્યા બનાવવાની કોશિશમાં સિરાજ આજે અંતિમ વનડેમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તાકાત લગાવશે, તેણે સિલેક્ટર્સને પણ ખુશ કરવા પડશે.
IND vs SA Head To head
કુલ મેચઃ 89
ભારતની જીતઃ 36
સા. આફ્રિકાની જીતઃ 50
નો રિઝલ્ટઃ 3
નંબર ગેમ્સઃ
– ભારત તરફથી વનડે ઈન્ટરનેશનલમાં 3 સદી વાગી છે. જેમાં શુભમન ગિલ, રિષભ પંત અને શ્રેયસ ઔયરનો સમાવેશ થાય છે.
– શિખર ધવન 16 રન વધુ બનાવે તો સાઉથ આફ્રિકા સામે વનડે ઈન્ટરનેશનલમાં તેના 1000 રન પૂરા થઈ જશે.
પિચ અને હવામાન
કોટલાના નાના મેદાન અને સ્પીડી આઉટ ફિલ્ડના લીધે બેટ્સમેનો માટે સારી તક રહેશે. અહીં પિચ પાછલા કેટલાક વર્ષોમાં ઘણી બદલાઈ છે. ફાસ્ટ બોલર્સને બાઉન્સ અને સ્વિંગમાં મદદ મળે છે. આકાશમાં વાદળો છે ત્યારે શરુઆતમાં બોલર્સને સારી સ્વિંગ મળી શકે છે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે, મંગળવારે વરસાદ થવાની સંભાવના છે. સાંજે ઝરમરિયો વરસાદ થવાની સંભાવના છે.
Latest News: Sports News And Gujarati News