દક્ષિણ આફ્રિકાની સામેની ત્રીજી ટી20 મેચમાં ભારતનો કારમો પરાજય થયો છે. બંને દેશો વચ્ચે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો 49 રને પરાજય થયો છે. ભારત સામે દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 227 રન ફટકાર્યા હતા, જેની સામે ભારતીય ટીમ 178 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના ટોપ બેટ્સમેનોનો ફ્લોપ શો જોવા મળ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી, ત્રીજી T20માં ભારત 49 રને હાર્યું
હાઈલાઈટ્સ:
- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચોની ટી20 શ્રેણી સમાપ્ત થઈ ચુકી છે.
- શ્રેણી ભારતને નામ, પ્રથમ બે મેચના પરીણામ સાથે થઈ ચૂકી હતી.
- ભારતીય ટીમે બંને મેચ શાનદાર રીતે જીતી લીધી હતી.
દક્ષિણ આફ્રિકાની સામેની ત્રીજી ટી20 મેચમાં ભારતનો કારમો પરાજય થયો છે. બંને દેશો વચ્ચે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો 49 રને પરાજય થયો છે. ભારત સામે દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 227 રન ફટકાર્યા હતા, જેની સામે ભારતીય ટીમ 178 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના ટોપ બેટ્સમેનોનો ફ્લોપ શો જોવા મળ્યો હતો. આ સાથે જ ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં ભારતે ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ મેચોની શ્રેણીમાં ભારતે બે તો દક્ષિણ આફ્રિકાએ એક મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા તરફથી રિલી રોસોઉના 48 બોલમાં 100 રન ફટકારી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તો દક્ષિણ આફ્રિકાના તમામ બોલરોને પણ વિકેટ લેવામાં સફળતા મળી હતી.
ઈન્દોરમાં રમાયેલી સિરીઝની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતી લીધી છે. કાર્તિકે 21 બોલમાં 46 રન ફટકાર્યા હતા. જોકે તેના સિવાય અન્ય બેટર ચાલ્યા નહોતા. સાઉથ આફ્રિકા તરફથી ડ્વેઇન પ્રીટોરિયસે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે વેઈન પાર્નેલ, લુંગી એન્ગિડી અને કેશવ મહારાજને 2-2 વિકેટ મળી હતી. કાગિસો રબાડાને 1 વિકેટ મળી હતી. અગાઉ સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 3 વિકેટે 227 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના રિલી રોસોયુએ 48 બોલમાં 100 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. તો ડિકોકે 43 બોલમાં 68 રન કર્યા હતા. અંતમાં મિલરે પણ 3 છગ્ગા ફટકારીને જોરદાર ફિનિશિંગ કર્યું હતું. ભારતીય બોલરોનો કંગાળ દેખાવ રહ્યો હતો. અશ્વિન સિવાયના અન્ય બોલરો ધોવાયા હતા. દીપક ચહર અને ઉમેશ યાદવને 1-1 વિકેટ મળી હતી.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ