IND vs SA: સાઉથ આફ્રિકાને 106 રનમાં ઘૂંટણિયે પાડ્યા બાદ Rohit Sharmaને લાગી રહ્યો હતો આ ડર, જીત બાદ કર્યો ખુલાસો - rohit sharma admitted that pitch was tricky but wickets and performance of batsman helped the team

IND vs SA: સાઉથ આફ્રિકાને 106 રનમાં ઘૂંટણિયે પાડ્યા બાદ Rohit Sharmaને લાગી રહ્યો હતો આ ડર, જીત બાદ કર્યો ખુલાસો – rohit sharma admitted that pitch was tricky but wickets and performance of batsman helped the team


સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી20 સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય (IND vs SA) થયો હતો. અતિથિ ટીમ માત્ર 106 રનનમાં જ સમેટાઈ હતી, તેની સામે યજમાન ટીમે 16.4 ઓવરમાં 110 રન બનાવી જીત નોંધાવી હતી. સાઉથ આફ્રિકાને ઘૂંટણિયે પાડ્યા બાદ પણ ભારતીય કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) એક વાતનો ડર સતાવી રહ્યો હતો અને આ ખુલાસો તેણે મેચ બાદ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, પિચ પર બેટિંગ કરવી સરળ નહોતી અને વિકેટ લેવાના કારણે તેની ટીમ સફળ રહી હતી. ‘આ પ્રકારની મેચોમાંથી ઘણું શીખવા મળે છે. અમે જાણતા હતા કે, તેનાથી બોલરને મદદ મળશે અને પૂરી મેચમાં પિચ ભેજવાળી રહી હતી. તડકો ન હોવાના કારણે શોટ મારવા મુશ્કેલ થઈ રહ્યા હતા અને બંને ટીમ મેચમાં હતી પરંતુ અમે વિકેટ લીધી હતી, જે મેચ માટે નિર્ણાયક રહી. અમે જાણતા હતા કે 107 રનનો લક્ષ્ય સરળ નહીં હોય અને ક્યારેક-ક્યારેક તમારે પરિસ્થિતિને સમજીને પોતાના શોટ પસંદ કરવા પડે છે’.

IND vs SA: એકસમયે લોકોએ કહ્યો હતો ‘ખાલિસ્તાની’, હવે 1 ઓવરમાં 3 વિકેટ ઝડપી આપ્યો જવાબ

સૂર્યકુમાર અને કેએલ રાહુલના કર્યા વખાણ
આ સિવાય મેચમાં શાનદાર બેટિંગ કરનારા સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલના પણ તેણે વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે ‘શરૂઆતમાં બે વિકેટ પડ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને રાહુલની વચ્ચે જે પ્રકારની ભાગીદારી થઈ તે કમાલની હતી. શરૂઆતની વિકેટ પડી ગયા પછી, એક છેડો જાળવી રાખવો અને બીજા છેડેથી રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જે બંને બેટ્સમેને મળીને કર્યું’.

Ind vs SA T20: શિખર પર સૂર્યકુમાર યાદવ, તોડી નાખ્યો ધવનનો ચાર વર્ષ જૂનો રેકોર્ડ

આઠ વિકેટથી ભારતનો વિજય
જણાવી દઈએ કે, ટી20 સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મેચમાં ટીમ ઈન્ડિયાના બોલર્સે શરૂઆતથી જ કહેર વરસાવવાનું શરૂ કરી દીધું હતું અને અર્શદીપ તેમજ ચહરે સાથે મળીને 20 ઓવરમાં માત્ર 106 રન જ બનાવવા દીધા હતા. અર્શદીપે ત્રણ વિકેટ લીધી હતી, આ સિવાય દીપક અને હર્ષલ પટેલે બે-બે તો અક્ષર પટેલને એક સફળતા મળી હતી. મેચમાં સાઉથ આફ્રિકાના ચાર તેવા બેટ્સમેન હતા, જેઓ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.

સાઉથ આફ્રિકાના કેપ્ટને બેટ્સમેન પર ફોડ્યું ઠીકરું
હાર બાદ સાઉથ આફ્રિકાના કેપ્ટન તેંબા બાવુમાએ હારનું ઠીકરું બેટ્સમેન પર ફોડતા કહ્યું હતું કે ‘એક ટીમ તરીકે અમે બેટિંગ કરવામાં નિષ્ફળ ગયા. અમે સ્થિતિ પ્રમાણે બેટિંગ કરી ન શક્યા કારણ કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેને તેમ કરી દેખાડ્યું. અમારા બોલરે પ્રયાસ કર્યો પરંતુ બેટ્સમેન રન જ નહોતા કરી શક્યા’.

Read Latest Cricket News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *