ભારત-દ.આફ્રિકા સીરિઝઃ હાર્દિક પંડ્યા-દીપક હુડ્ડા આઉટ, આ બે ખેલાડીઓની થઈ એન્ટ્રી - india vs south africa t20 series hardik pandya deepak hooda out shahbaz ahmed shreyas iyer in

ભારત-દ.આફ્રિકા સીરિઝઃ હાર્દિક પંડ્યા-દીપક હુડ્ડા આઉટ, આ બે ખેલાડીઓની થઈ એન્ટ્રી – india vs south africa t20 series hardik pandya deepak hooda out shahbaz ahmed shreyas iyer in


ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ ટી20 ક્રિકેટ મેચની સીરિઝ 2-1થી જીત્યા બાદ હવે ભારતીય ટીમ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે રમશે. ભારત અને સાઉથ આફ્રિકા (India vs South Africa Series) વચ્ચે 20 સપ્ટેમ્બર એટલે કે બુધવારથી ટી20 સીરિઝ રમાશે. જે અગાઉ ભારતીય ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને દીપક હુડ્ડા (Deepak Hooda)ને ટીમની બહાર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને સ્પિન ઓલ-રાઉન્ડર શાહબાઝ અહેમદ (Shahbaz Ahmed) અને બેટર શ્રેયસ ઐય્યર (Shreyas Iyer)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) કોરોનામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી જેના કારણે તે આ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે ઓલ-રાઉન્ડર દીપક હુડ્ડાને પીઠની ઈજાના કારણે બહાર થવું પડ્યું છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI)સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોહમ્મદ શમી કોવિડ-19માંથી સાજો થયો નથી અને તેને હજી થોડા સમય લાગશે તેથી તે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ઉમેશ યાદવ તેના સ્થાને ટીમમાં રહેશે. જોકે, હાર્દિક પંડ્યાના સ્થાને શાહબાઝને કેમ સામેલ કરવામાં આવ્યો છે તે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, શું કોઈ ઝડપી બોલિંગ ઓલ-રાઉન્ડર છે જે હાર્દિક પંડ્યાનું સ્થાન લઈ શકે છે. રાજ બાવા હજી ઉભરતો ખેલાડી છે અને તેથી તેને અનુભવ મળે તે માટે તેને ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કર્યો છે. તેને તૈયાર થવામાં હજી થોડો સમય લાગશે.

ટી20 વર્લ્ડ કપ અગાઉ ભારત માટે આ અંતિમ અને મહત્વની શ્રેણી છે. ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યા બાદ ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકા સામે પોતાની ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને ચકાસશે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટી20 મેચ રમાશે. સીરિઝની પ્રથમ મેચ 28 સપ્ટેમ્બરે ત્રિવેન્દ્રમમાં રમાશે. જ્યારે 1 ઓક્ટોબરે ગુવાહાટીમાં બીજી અને 3 ઓક્ટોબરે ઈન્દોરમાં અંતિમ મેચ રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમશે. જેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રાંચી, બીજી મેચ 9 ઓક્ટોબરે લખનૌ અને ત્રીજી તથા અંતિમ વન-ડે 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.

સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (સુકાની), લોકેશ રાહુલ (ઉપસુકાની), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, રિશભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *