Rishabh Pant with New T20I Jersey: T20 ઈન્ટરનેશનલ મેચો માટે બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાની નવી જર્સીની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર અને વિકેટકીપર રિષભ પંતને ટીમ ઈન્ડિયાની નવી ટી20 ઈન્ટરનેશનલની જર્સી ખુબ જ પસંદ આવી હતી. નવી જર્સી સાથેનો ફોટો તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.
રિષભ પંતે ટીમ ઈન્ડિયાની નવી T20I જર્સી સાથે ફોટો શેર કર્યો, સૂર્યકુમાર યાદવે આપી આવી પ્રતિક્રિયા
હાઈલાઈટ્સ:
- રિષભ પંતે નવી જર્સી સાથેનો ફોટો શેર કહી કહ્યું- નવી જર્સી કેવી લાગી રહી છે
- સૂર્યકુમાર યાદવે કોમેન્ટ કરતાં પંતની નવી જર્સીના વખાણ કર્યાં
- યાદવની કોમેન્ટ પર અનેક લોકોએ પંતને રન બનાવવા અને ફોર્મ પર ધ્યાન આપવાની સલાહ આપી
આગામી ટી20 વર્લ્ડ કપમાં પણ રોહિત શર્માના સુકાનીપદવાળી ભારતીય ટીમ આ નવી બ્લૂ જર્સીમાં જોવા મળશે. અગાઉ ભારતીય ટીમની જર્સીનો કલર ડાર્ક બ્લૂ શેડમાં હતો. પણ હવે નવી જર્સી, કે જે લાઈટ બ્લૂ શેડમાં છે, તે 2003 વર્લ્ડ કપ કિટની યાદ અપાવે છે. સોમવારે ભારતીય ટીમના વિકેટકીપર રિષભ પંત દ્વારા નવી જર્સી સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. પંતે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કેપ્શન લખ્યું હતું કે, મારી નવી જર્સી કેવી છે. મને તો બહુ જ પસંદ આવી.
રિષભ પંતની આ પોસ્ટ પર હજારો લાઈક્સ આવી હતી અને સેંકડો લોકોએ કોમેન્ટ પણ કરી હતી. જેમાં ભારતીય ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવે પણ પંતની નવી બ્લૂ જર્સી સાથેના પિકચરના વખાણ કર્યા હતા. જેમાં સૂર્યકુમાર યાદવે લખ્યું હતું કે, મિત્ર તું ખુબ જ સરસ દેખાઈ રહ્યો છે. જો કે, સૂર્યકુમાર યાદવની આ કોમેન્ટમાં યુઝર્સે પણ કોમેન્ટ કરતાં ઉર્વશી રૌતેલાને યાદ કરી દીધી હતી. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું હતું કે, પંતને કહો કે, આ વખતે ઉર્વશી રૌતેલાના બદલે વર્લ્ડ કપ પર ધ્યાન આપે અને વર્લ્ડ કપ જીતીને આવે. આ ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ભાઈ આને કહો ફોર્મ પર ધ્યાન આપે અને રન પણ બનાવે.
તમને જણાવી દઈએ કે 20 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની ટી20 સીરિઝ રમાવવાની છે. સીરિઝની પ્રથમ મેચ પંજાબના મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા દ્વારા પણ આગામી વર્લ્ડ કપને લઈને પોતાની નવી જર્સી રજૂ કરવામાં આવી છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ