Natasa Stankovicના માતા-પિતાને પહેલીવાર મળ્યો Hardik Pandya, સાસુએ વરસાવ્યું વ્હાલ તો સસરા થયા ભાવુક - hardik pandya first time met wife natasa stankovic parents showers love on them

Natasa Stankovicના માતા-પિતાને પહેલીવાર મળ્યો Hardik Pandya, સાસુએ વરસાવ્યું વ્હાલ તો સસરા થયા ભાવુક – hardik pandya first time met wife natasa stankovic parents showers love on them


આશરે એક વર્ષના રિલેશનશિપ બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) તેમજ સરેબિયન એક્ટ્રેસ-મોડેલ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) 2020માં લગ્નના બંધનમાં બંધાયા હતા. હાલ બંને સુખી લગ્નજીવન જીવી રહ્યા છે અને બે વર્ષના ક્યૂટ દીકરા અગસ્ત્યના (Agastya Pandya) માતા-પિતા છે. અગસ્ત્યનો બીજો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે નતાશા તેને સરેબિયા સ્થિત માતા-પિતાના ઘરે ગઈ હતી. ત્યાંથી પરિવારના તમામ સભ્યો સેન્ટોરિની વેકેશન મનાવવા ગયા હતા જ્યાં હાર્દિક પંડ્યા પણ તેમની સાથે જોડાયો હતો. ફેન્સને જાણીને નવાઈ લાગશે કે, અહીંયા અહીંયા સાસુ-સસરા સાથે પહેલીવાર તેની મુલાકાત થઈ હતી. આ વાતનો ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ નતાશાએ પોતે કર્યો છે, જે YouTube પર પોતાની ચેનલ ધરાવે છે અને વ્લોગ શેર કરતી રહે છે.

IND vs AUS T20: કોહલી હિટ તો પંત સુપર ફ્લોપ, ઓસ્ટ્રેલિયા સામે કેવો છે બેટ્સમેનોનો રેકોર્ડ?

સાસુ-સસરાને પહેલીવાર મળ્યો હાર્દિક પંડ્યા

નતાશા સ્ટેનકોવિકે હાલમાં જ તેમની સેન્ટોરિનીની ટ્રિપનો વ્લોગ શેર કર્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે હાર્દિક પંડ્યાએ સાસુ-સસરાને સરપ્રાઈઝ આપી હશે. રાતના સમયમાં અચાનક જ જમાઈ હાર્દિકને જોઈને સાસુ ખુશ થઈ જાય છે અને તેને ભેટી પડે છે. તેઓ તેને ચૂમીઓ કરીને હેત પણ વરસાવે છે. સાથે કહે છે ‘ઓહ માય ગોડ, હાર્દિક, મને ખબર હતી કે તે આવશે. હું સાંભળી ગઈ હતી. હું ખૂબ જ ખુશ છું. મને પહેલા તને જોવા દે. તું કેટલો સ્વીટ છે’. ત્યારબાદ હાર્દિક સાસુના ખબરઅંતર પૂછે છે અને મજાકમાં કહે છે ‘તમારા પતિ હજી ટીશર્ટ વગર ત્યાં બેઠા છે’. હાર્દિક સસરાને પણ મળે છે અને પૂછે છે ‘કેમ છો તમે? શર્ટ વગર કેમ બેઠા હતા?’. જવાબમાં તેઓ કહે છે ‘આ લોકોએ મને મજબૂર કર્યો હતો’. ક્રિકેટર ત્યારબાદ નતાશાના પરિવારના અન્ય સભ્યો સાથે પણ મુલાકાત કરતો દેખાયો.

સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા શું કરે છે પત્ની સાક્ષી? ધોનીએ જાહેરમાં ખોલી પોલ!

ઘણા સમય બાદ પપ્પાને જોઈને ખુશ થઈ ગયો અગસ્ત્ય
ઘણા મહિના બાદ પપ્પા હાર્દિક પંડ્યાને જોતા જ અગસ્ત્ય પણ ખુશ થઈ જાય છે અને કૂદકા મારવા લાગે છે. વ્લોગમાં આગળ જોઈ શકાય છે કે, ક્રિકેટર અગસ્ત્યને તરત જ પોતાની પાસે બોલાવી લે છે અને બેડ પર ઊંઘાડીને પ્રેમ વરસાવે છે. ત્યારબાદ આગળ ક્લિપમાં તેઓ સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતાં દેખાઈ રહ્યા છે. વીડિયોના અંતમાં તેમના વેકેશનની તસવીરો પણ અટેચ કરી છે. નતાશા સ્ટેનકોવિકનો આ વ્લોગ તેના ફેન્સને પસંદ આવી રહ્યો છે અને તેઓ હાર્દિક પંડ્યાના સ્વભાવના વખાણ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રમતો દેખાશે હાર્દિક પંડ્યા
નતાશા સ્ટેનકોવિકની વાત કરીએ તો, 2019માં રિલીઝ થયેલી શાહરુખ ખાન, અનુષ્કા શર્મા તેમજ કેટરીના કૈફની ફિલ્મ ‘ઝીરો’માં કામ કર્યા બાદ તે સ્ક્રિન પરથી ગાયબ છે અને સંપૂર્ણ ધ્યાન દીકરાના ઉછેરમાં પરોવ્યું છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા 20 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થવા જઈ રહેલી ત્રણ T20 મેચોની સીરિઝનો ભાગ છે. ત્યારબાદ તે T20 વર્લ્ડ કપમાં પણ રમતો દેખાશે.

Read Latest Entertainment News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *