IND vs AUS T20: કોહલી હિટ તો પંત સુપર ફ્લોપ, ઓસ્ટ્રેલિયા સામે કેવો છે બેટ્સમેનોનો રેકોર્ડ?
વાયરલ થયો ધોનીનો પત્ની સાક્ષી સાથેનો વીડિયો
ધોનીના ફેન પેજ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં પતિ-પત્ની વચ્ચે મીઠો ઝઘડો થતો જોઈ શકાય છે. પૂર્વ ક્રિકેટર વીડિયોમાં કહે છે ‘સાક્ષી આ બધું ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે કરી રહી છે’, પોતાનો પક્ષ રાખતાં સાક્ષી કહે છે ‘અને તારા ફોલોઅર્સ મને પણ પ્રેમ કરે છે’. તેની વાત સાંભળીને ધોની મોં ફેરવી લે છે ત્યારે સાક્ષી કેમેરા નજીક લઈ જઈને કહે છે ‘હું પણ તારા જીવનનો ભાગ છું બેબી, સ્વીટી. ગમે તે હોય બધા તને જોવા માગે છે. ક્યાં છે અમારા ધોનીથલા’. જો કે, ધોની જાણે સાંભળતો જ ન હોય તેમ કેમેરા સામે જોતો પણ નથી. આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે કોઈ માહિતી મળી નથી.
IPLમાં CSK તરફથી રમે છે એમએસ ધોની
જણાવી દઈએ કે, 15 ઓગસ્ટ 2020ના રોજ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ધોની છેલ્લે ટીમ ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો, જેમાં તે રન આઉટ થયો હતો અને ભારતીય ટીમને હાર મળી હતી. જો કે, તેણે IPLમાં રમવાનું યથાવત્ રાખ્યું છે અને તે 15મા એડિશન માટે પણ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમ્યો હતો. સીઝનની શરૂઆતમાં ધોનીએ કપ્તાની છોડતાં જવાબદારી રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવી હતી પરંતુ ટીમના સતત કંગાળ પ્રદર્શનના કારણે સીઝનની વચ્ચે જ તેણે કેપ્ટનશિપ છોડતા ફરી ધોનીને જવાબદારી સોંપાઈ હતી. ધોનીની કેપ્ટનશિપમાં ટીમે ચાર વખત આઈપીએલની ટ્રોફી જીતી છે.