BCCI દ્વારા આગામી મહિને રમાનારા T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટ માટે 15 ખેલાડીઓની પસંદગી કરી લેવામાં આવી છે. જેમાં કેટલાક નામોની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે, જે એક સમયે કેપ્ટન વિરાટ કહોલીની T20 વર્લ્ડકપની ટીમમાં હતા. જોકે, આ વખતે કેપ્ટન તરીકેની કમાન રોહિત શર્માના હાથમાં છે.
રોહિત શર્માની ટીમમાં એ 6 ખેલાડીઓ નથી જેના પર પાછલા T20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ વિશ્વાસ મૂક્યો હતો. જેમાં એક માત્ર રવિન્દ્ર જાડેજા છે કે તે ઈજાગ્રસ્ત છે. જાડેજા ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ એશિયા કપમાં થયેલી ઈજા બાદ ઘૂંટણની સર્જરીના લીધે તે T20 વર્લ્ડકપમાંથી બહાર છે. આવો આ સિવાયના 5 ખેલાડીઓ વિશે વાત કરીએ.
રાહુલ ચહર
યુજવેન્દ્ર ચહરને બહાર કરીને ટીમમાં રાહુલ ચહરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને માત્ર એક મેચ જ રમવાની તક મળી હતી. તે પછી રાહુલ ચહર ભારત માટે રમ્યો નથી.
વરુણ ચક્રવર્તી
પાછલા વર્લ્ડકપમાં વરુણે ભારત માટે મહત્વનો ખેલાડી બન્યો હતો. તેણે 2021ની IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. T20 વર્લ્ડકપ 2021માં રમેલી મેચમાં તેણે એકપણણ વિકેટ નહોતી લીધી. આ પછી તે ભારત માટે રમ્યો નથી.
મોહમ્મદ શમી
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આ વખેત રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ તે મુખ્ય ટીમનો ભાગ નથી. પાછલા વર્ષે તે વર્લ્ડકપમાં 5 મેચ રમ્યો હતો અને 6 વિકેટ લીધી હતી. આ પછી તેને ભારત માટે T20માં તક મળી નથી.
શાર્દુલ ઠાકુર
ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરનો પણ T20 વર્લ્ડકપમાં સમાવેશ કરાયો નથી. તેને પાછલા વર્લ્ડકપમાં બે મેચ રમવાની તક મળી હતી, જેમાં કોઈ વિકેટ નહોતી લીધી. વર્લ્ડકપ પછી તેને ભારત માટે T20 રમવાનો મોકો મળ્યો નથી.
ઈશાન કિશન
ઈશાન કિશને T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે સારી બેટિંગ કરી હતી, તે પછી તે ભારત માટે ઘણી મેચ રમ્યો હતો. 19 T20 મેચમાં તેના 543 રન હતા, પરંતુ બીજા વિકેટ કિપર તરીકે આ વખતે દિનેશ કાર્તિકને જગ્યા મળી છે.