ટી20 વર્લ્ડ કપ માટે જાહેર કરવામાં આવેલી 15 ખેલાડીઓની ટીમની આગેવાની રોહિત શર્મા કરશે જ્યારે લોકેશ રાહુલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. એશિયા કપમાં સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં મહત્વની ક્ષણોએ નિરાશાજનક પ્રદર્શન કરનારા ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને મુખ્ય ટીમમાં સામેલ કરાયો છે જ્યારે મોહમ્મદ શમીને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાન સામેની મેચમાં કેચ છોડનારા અને તેના કારણે ટ્રોલ થનારા યુવાન ઝડપી બોલર અર્શદીપ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
વિકેટકીપર તરીકે રિશભ પંત અને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે. સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટમાં અનુભવી બોલર રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ સામેલ છે. જ્યારે ઓલ-રાઉન્ડર ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા અને દીપક હૂડાને સામેલ કરાયા છે. ઝડપી બોલિંગની જવાબદારી જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ પર રહેશે.
ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (સુકાની), લોકેશ રાહુલ (ઉપસુકાની), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, રિશભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઃ મોહમ્મદ શમી, શ્રેયસ ઐય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.