7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન જાણો સંપૂર્ણ માહિતી

7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન જાણો સંપૂર્ણ માહિતી



શું તમે 7/12 અને 8-અ ની નકલ મેળવવા માંગો છો? અહીં અમે તમને 7 12 અને 8-A ની નકલ anyror.gujarat.gov.in પરથી કેવી રીતે મેળવવી તેની માહિતી આપીશુ. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA Portal પરથી મેળવી શકાશે.

હવે 7/12 અને 8-અ ની નકલ કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. Anyror @Anywhere વેબસાઈટ પરથી ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય છે.

Anyror Gujarat 7/12 Utara અથવા ઓનલાઈન ગુજરાત 7 12 ની માહિતી મેળવવા માટે રાજ્યના નાગરિકોએ તહસીલ કે સરકારી કચેરીના ચક્કર લગાવવા પડતા હતા, પરંતુ anyror.gujarat.gov.in પોર્ટલની મદદથી નાગરિકોએ રાજ્ય તેમના લેપટોપ પર ઘરે બેઠા, તમે કોમ્પ્યુટર અથવા મોબાઈલ દ્વારા ગુજરાત ભુલેખ ઓનલાઈન લેન્ડ રેકોર્ડ્સ ચેક કરી શકો છો.

IORA Gujarat માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

Step 1: સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.

Step 2: AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.

Step 3: તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

Step 4: વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી

Step 5: શકાય એમ ન હોય તો Refresh Code પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.

Step 6: કેપ્ચા કોડ નાખ્યા બાદ Generate OTP પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.

Step 7: મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.

Step 8: Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.

Step 9: ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર /

Step 10: ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી Add Village Form પર click કરો.

Step 11: તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ Add Village Form પર click કરી યાદી તૈયાર કરો.

Step 12: ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી Procced For Payment પર click કરો.

Step 13: હવે Procced For Payment પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો Cancel Requestપર ક્લિક કરો.

Step 14: જો તમામ માહિતી બરાબર હોય તો Pay Amount પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.

નોંધ:-

A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે.

B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.

Step 15: પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં Download RoR પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.

નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.

Step 16: ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.

Step 17: Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.

Step 18: ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.

Step 19: ડીજીટલ ગામ નમૂના નંબર માં સામેલ QR Code ની નીચે યુનિક નંબર https://anyror.gujarat.gov.in/rorverify.aspx પર દાખલ કરીને પણ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને ચકાસણી કરી શકાશે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *