Pakistan Team Controversy By Rohit,રોહિત શર્માએ કેમ કહ્યું કે બહું મોટી કોન્ટ્રોવર્સી થઈ જશે, પાકિસ્તાનના એ કિસ્સા પર કરો નજર - rohit sharma on pakistan team controversy

Pakistan Team Controversy By Rohit,રોહિત શર્માએ કેમ કહ્યું કે બહું મોટી કોન્ટ્રોવર્સી થઈ જશે, પાકિસ્તાનના એ કિસ્સા પર કરો નજર – rohit sharma on pakistan team controversy


દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર જેવી રીતે રોહિત શર્મા શાનદાર અંદાજે નિડર થઈને બેટિંગ કરે છે. એવી જ રીતે મેદાન બહાર પણ નિવેદન આપી રહ્યો છે. દેશ હોય કે વિદેશ, દરેક સ્થળે રોહિત મુંબઈ સ્વેગમાં જ વાતો કરે છે. તેના ફેન્સને પણ રોહિત શર્મા જે અંદાજે સવાલોના જવાબ આપે છે તે જોઈને આનંદ થાય છે. તેવામાં અત્યારે જ જોવા મળ્યું કે જ્યારે તે અમેરિકાના એક કાર્યક્રમમાં હતો અને પાકિસ્તાની ટીમને લઈને તેને સવાલ કરાયો ત્યારે તેનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં અનેક સવાલો પૂછવામાં આવ્યા
નોંધનીય છે કે આ કાર્યક્રમમાં રોહિત શર્માને ક્રિકેટ જગતને લઈને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. તેને આગામી એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ સાથે જોડાયેલા સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન તેને પૂછાયું કે પાકિસ્તાન તરફથી એવો કયો બોલર છે જેની સામે તમે રમી શકતા નથી. આ સવાલ સાંભળીને રોહિત પહેલા તો બે ઘડી ચુપ થઈ ગયો હતો અને પછી મુંબઈ સ્ટાઈલમાં તેણે જોરદાર જવાબ આપી દીધો હતો. તેના આ અંદાજથી ફેન્સ ખડખડાટ હસી પડ્યા હતા.

રોહિતની પત્ની પણ હસી પડી
રોહિત શર્માએ કહ્યું કે પાકિસ્તાની ટીમમાં બધા જ સારા બોલર્સ છે. કોઈ એકનું નામ લઈશ તો બીજાને ખોટુ લાગી જશે. કોઈ બીજાનું લઈશ તો ત્રીજાને ખોટુ લાગી જશે. એટલે આવી વાતોમાં તો મોટી મોટી કોન્ટ્રોવર્સી થઈ જતી હોય છે. ફેન્સ આ સાંભળીને ખડખડાટ હસવા લાગ્યા હતા. આને જોઈને રોહિતની પત્ની પણ ખડખડાટ હસી પડી હતી.

તમને જણાવી દઈએ કે પહેલીવાર જ આવું નથી થયું જ્યારે રોહિતને પાકિસ્તાન ક્રિકેટને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. આની પહેલા પણ 2019 વર્લ્ડ કપ દરમિયાન એક રિપોર્ટરે રોહિત પાસેથી જાણવાની કોશિશ કરી કે તમે પાકિસ્તાની ટીમને શું ટીપ આપશો. આ અંગે રોહિતે કહ્યું કે અત્યારે તો હું શું ટિપ આપું, મસ્તીમાં તેણે કહ્યું કે જ્યારે હું પાકિસ્તાની ટીમનો કોચ બનીશ ત્યારે જોયું જશે. રોહિત શર્માનો આ જવાબ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો.

રોહિત શર્મા અત્યારે બ્રેક પર છે
વેસ્ટ ઈન્ડિઝ ટૂર પર ટેસ્ટ અને વનડે સિરીઝ પછી રોહિત શર્મા બ્રેક પર છે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ પાંચ ટી20 મેચની સિરીઝ રમી રહ્યો છે. તેવામાં બ્રેક પછી તે એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે મેદાનમાં રમવા ઉતરશે એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *