ચહલને 18મી ઓવર ન આપી
ઈન્ડિયન ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 16મી ઓવરમાં 2 રન આપી 2 બેટ્સમેનને આઉટ કર્યા હતા. જેમાં પિચ પર સેટ થયેલો શિમરોન હેટમાયર પણ સામેલ હતો અને ઓલરાઉન્ડર જેસન હોલ્ડર પણ હતો. તેવામાં ચહલનો બોલ સ્પિન પણ થઈ રહ્યો હતો. ત્યારે લોઅર ઓર્ડર બેટ્સમેનને આઉટ કરવા માટે ચહલનો સ્પેલ ગેમ ચેન્જર રહી શક્યો હોત. હવે 18મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ચહલને બોલિંગ જ ન આપી અને પછી તો બેટ્સમેન સેટ થઈ ગયા અને બોલર્સ વિકેટ માટે તરસી રહ્યા હતા.
ફાસ્ટ બોલર્સ પર વિશ્વાસ રાખ્યો
હાર્દિક પંડ્યાએ 18મી ઓવરમાં અર્શદીપ સિંહને બોલિંગ કરવાની તક આપી હતી. જેના પહેલા બોલ પર જ ચોગ્ગો ગયો હતો. ત્યારપછી આખી ઓવરમાં કુલ 9 રન બની ગયા હતા. ત્યારપછી 19મી ઓવરમાં મુકેશ કુમાર વિરૂદ્ધ અલ્ઝારી જોસેફે છગ્ગો માર્યો અને આનાથી ભારતની હાર નક્કી થઈ ગઈ હતી. હવે 18મી ઓવર જ મેઈન હતી કે આમાં જો વિકેટ જતી રહી હોત તો હાર્દિક પંડ્યાની ટીમ મેચ જીતી જાત. પણ આવું થયું નહીં અને ટીમ ઈન્ડિયાએ મેચ ગુમાવી દીધી હતી.
મેચમાં શું શું થયું
ફરી એકવાર બેટિંગ ઓર્ડરે નિરાશ કરી દીધા અને આના કારણે જ સતત બીજી ટી20માં ઈન્ડિયન ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તિલક વર્માની શાનદાર ઈનિંગની મદદથી જ ભારતે 7 વિકેટના નુકસાને 152 રન કર્યા હતા. જેના જવાબમાં નિકોલસ પૂરને 40 બોલમાં 67 રન કર્યા અને ટીમને જીતના ટ્રેક પર પહોંચાડી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે 18.5 ઓરમાં જ 8 વિકેટના નુકસાને આ ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો.