‘અમારે લક્ઝુરિયસ ફેસિલિટી નથી જોઈતી પણ…’ કોના પર બરાબરનો બગડ્યો હાર્દિક પંડ્યા?
ટીમ ઈન્ડિયામાં રિંકુ સિંહના સિલેક્શનથી પરિવાર ખુશ
કિશોરાવસ્થા દરમિયાન પોતાના ભાઈ અને પિતા જ્ઞાનચંદ સાથે ઘર અને હોટેલોમાં એલપીજી સિલિન્ડર પહોંચાડનારા રિંકુ સિંહે કહ્યું હતું કે ‘આયર્લેન્ડની ટુર દરમિયાન ટીમ ઈન્ડિયામાં મારા સિલેક્શનથી મારા માતા-પિતા, ભાઈ અને બાળપણના કોચ (મસૂદ અમીની) ખુશ છે. આ અમારા તમામનું સપનું હતું. હું વધારે વિચારતો નથી. હું વર્તમાનમાં જીવવાનું પસંદ કરું છું. આશા રાથું છું કે, અહીંયા પણ ભગવાનના આશીર્વાદ મારા પર બનેલા રહેશે. આકરી મહેનત કરવી મારા હાથમાં છે અને હું આમ કરતો રહીશ, પછી જોઈએ શું થાય છે’.
IND vs WI T20: આ 5 ભારતીયો આજે વિન્ડીઝને તબાહ કરશે, એક રમશે પોતાની પ્રથમ મેચ!
‘પિતાને આરામ કરવાનું કહ્યું પરંતુ નથી માનતા’
આઈપીએલની ત્રણ સીઝન રમીને રિંકુ સિંહે પોતાની ઓળખ તો ઉભી કરી જ છે, સાથે જ નવું મકાન પણ બનાવ્યું છે જેમાં તે પરિવાર સાથે રહે છે. જો કે, આ ક્રિકેટરના કહેવા પ્રમાણે તેના પિતા આરામ કરવાની તેની સલાહને માનતા નથી. તેણે કહ્યું હતું કે ‘મેં મારા પિતાને કહ્યું કે, હવે તમે આરામ કરી શકો છો, પરંતુ તેઓ હજી પણ સિલિન્ડર ઘરે-ઘરે પહોંચાડવાનું કામ કરે છે. તેમને આ કામમાં મજા આવે છે. એક લેવલ પર હું તેમને પણ સમજુ છું. જો તેઓ ઘર પર રહીને આરામ કરવાનું શરૂ કરશે તો કંટાળી જશે. જે વ્યક્તિએ આખી જીંદગી કામ કર્યું હોય તેમને આરામ કરવાનું કહેવું મુશ્કેલ છે’.
હોસ્ટેલ બનાવડાવી રહ્યો છે રિંકુ સિંહ
રિંકુ સિંહ ગેમને કંઈક પરત આપવા માગે છે અને તેથી અલીગઢમાં મેદાન પાસે એક નાની હોસ્ટેલ બનાવવા ઈચ્છે છે. તે અલીગઢ જ ક્રિકેટ રમતા શીખ્યો હતો. હોસ્ટેલમાં ઓછામાં ઓછા 15 છોકરાઓને રાખવાની સુવિધા હશે, જેઓ વંચિત છે જ્યાં તેઓ કોચ અમીનીના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ શીખી શકશે. રિંકુએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું એક હોસ્ટેલ બનાવડાવી રહ્યો છું અને તેની નજીક ક્રિકેટ મેદાન છે તેથી બાળકોને સરળતા રહેશે. મારા મોટાભાઈ સમાન એક વ્યક્તિએ મને વંચિત બાળકો માટે યોજના બનાવવા કહ્યું હતું. તેથી હોસ્ટેલ બની રહી છે. તેમણે અડધી રકમ આપી છે અને બીજો ભાગ મેં આપવાનો નિર્ણય લીધો છે’.
Read latest Cricket News and Gujarati News