વાસ્તવમાં આ મેચમાં શાહીન હંટર્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી અને અબાસીન ડિફેન્ડરના બોલરોએ માત્ર 16 રનના સ્કોર પર ત્રણ વિકેટ ઝડપી હતી, પરંતુ અબાસીનના બોલર્સે વિચાર્યું પણ નહીં હોય કે તેમની આ ખુશી વધારે સમય રહેવાની નથી. સાદિકઉલ્લાહે આવતાની સાથે જ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરીને અબાસીનના બોલર્સને લાચાર બનાવી દીધા હતા.
એક ઓવરમાં સાત સિક્સર સાથે 48 રન ફટકાર્યા
ક્રિકેટની એક ઓવરમાં તમામ લીગલ બોલમાં વધુમાં વધુ 36 રન ફટકારી શકાય છે. આ 36 રન પણ ત્યારે આવે જ્યારે બેટ્સમેને 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી પરંતુ સાદીકુલ્લાહે કાબુલ પ્રીમિયર લીગમાં 48 રન ફટકાર્યા હતા. વાસ્તવમાં અબાસીન ડિફેન્ડર્સ માટે મેચની 19મી ઓવર કરવા આવેલા આમિર ઝાઝાઈએ ઈનિંગ્સનો પહેલો બોલ નો-બોલ તરીકે નાખ્યો હતો, જેના પર સાદીકુલ્લાહે સિક્સર ફટકારી હતી. ત્યારપછીના બોલ પર બોલરે બચવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બોલ વાઈડથી ગયો હતો જેના કારણે શાહીન હંટર્સને પાંચ રન મળ્યા હતા.
આમ શાહિને એક બોલ વિના 12 રન નોંધાવ્યા હતા કારણ કે પહેલો બોલ નો બોલ હતો અને બીજો વાઈડ હતો. ત્રીજો બોલ આમિરે પરફેક્ટ ફેંક્યો હતો પરંતુ સાદિલુલ્લાહે તેને બાઉન્ડ્રીની બહાર સિક્સર ફટકારી હતી. ત્યારપછીના તમામ પાંચ બોલ પર સાદીકુલ્લાહે સિક્સર ફટકારીને મોટો રેકોર્ડ નોંધાવ્યો હતો. જ્યારે આમિર ઝાઝાઈની આ ઓવરમાં શાહિન હન્ટર્સ ટીમે 48 રન નોંધાવ્યા હતા. આ રીતે સાદીકુલ્લાહે ટીમ ઈન્ડિયાના યુવા ક્રિકેટર રુતુરાજ ગાયકવાડના રેકોર્ડની પણ બરાબરી કરી છે. ગાયકવાડે ગયા વર્ષે રમાયેલી વિજય હજારે ટ્રોફીમાં એક ઓવરમાં સાત સિક્સર ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.