yusuf pathan, 6,6,0,6,2,4... 40 વર્ષીય યુસુફનો પઠાણી પાવર, પાકિસ્તાની બોલર આમિરની કરી ધોલાઈ - zim afro t10 yusuf pathan smashes mohammad amir for 24 runs in over

yusuf pathan, 6,6,0,6,2,4… 40 વર્ષીય યુસુફનો પઠાણી પાવર, પાકિસ્તાની બોલર આમિરની કરી ધોલાઈ – zim afro t10 yusuf pathan smashes mohammad amir for 24 runs in over


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ ભલે 40 વર્ષનો થઈ ગયો હોય પરંતુ તેના શોટનો પાવર હજી પણ પહેલા જેવો જ છે. ભલે તેણે લાંબા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય પરંતુ તેણે શુક્રવારે તેણે પોતાનો પઠાણી પાવર બતાવ્યો હતો. તેણે એક મેચમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર મોહમ્મદ આમિરની એક ઓવરમાં 24 રન ઝૂડી નાંખ્યા હતા. યુસુફ પઠાણ હાલમાં ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી જોહાનિસબર્ગ આફ્રો ટી10 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની આ ટુર્નામેન્ટમાં યુસુફે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. શુક્રવારે રમાયેલી મેચમાં યુસુફ પઠાણની અણનમ 80 રનની ઈનિંગ્સની મદદથી તેની ટીમે મોહમ્મદ આમિરની ટીમને એક બોલ બાકી રહેતા છ વિકેટે હરાવી હતી.
એક સમયે મેચનો રોમાંચ ઝાંખો પડી ગયો હતો પરંતુ યુસુફ પઠાણના આગમન બાદ તેમાં ફરીથી રોમાંચ ઉમેરાયો હતો. યુસુફે મોહમ્મદ અમિરની એક જ ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને 24 રન નોંધાવી દીધા હતા. યુસુફ પઠાણે પાકિસ્તાની પેસરને એટલો ઝૂડી નાંખ્યો હતો કે 36 ટેસ્ટ અને 61 વનડે રમનાર 31 વર્ષીય મોહમ્મદ આમિરે બે ઓવરમાં 42 રન આપી દીધા હતા. યુસુફ પઠાણ જ્યારે ભારત માટે અને આઈપીએલમાં રમતો હતો ત્યારે તેણે આવી ઘણી ઈનિંગ્સ રમી હતી. જોકે, ઘણા લાંબા સમય બાદ તેનો આવો વિસ્ફોટક અંદાજ જોવા મળ્યો હતો.

મોહમ્મદ આમિરની ઝરબાન કલંદર ટીમે દસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 140 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં યુસુફ પઠાણની વિસ્ફોટક બેટિંગની મદદથી જોહાનિસબર્ગ બફેલોઝે એક બોલ બાકી રાખતા મેચ જીતી લીધી હતી. ઝિમ્બાબ્વેના હરારેમાં રમાયેલી આ મેચમાં યુસુફ પઠાણે માત્ર 26 બોલમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 80 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. મેચમાં આમિરને એક પણ વિકેટ મળી ન હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *