yashasvi jaiswal, ICC ટેસ્ટ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલનો ધમાકો, રોહિત શર્માની ટોપ-10માં એન્ટ્રી - icc test rankings yashasvi jaiswal climbs 11 spots rohit sharma 9th

yashasvi jaiswal, ICC ટેસ્ટ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલનો ધમાકો, રોહિત શર્માની ટોપ-10માં એન્ટ્રી – icc test rankings yashasvi jaiswal climbs 11 spots rohit sharma 9th


ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના યુવાન ઓપનર યશસ્વી જયસ્વાલે મોટી છલાંગ લગાવીને 63મા સ્થાને પહોંચી ગયો છે. યશસ્વીને 11 સ્થાનનો ફાયદો થયો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં 9માં સ્થાન પર આવી ગયો છે. યશસ્વી જયસ્વાલે ભારતના વર્તમાન વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સાથે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેણે પોતાની પ્રથમ ઈનિંગ્સમાં જ ધમાકેદાર સદી ફટકારી હતી. બાદમાં જયસ્વાલે પોર્ટ ઓફ સ્પેનમાં ડ્રો થયેલી બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 57 અને 38 રનની ઈનિંગ્સ રમી હતી. યશસ્વી જયસ્વાલના 466 પોઈન્ટ છે.

બીજી ટેસ્ટમાં 80 અને 57 રનની ઈનિંગ્સ રમનારા રોહિત શર્માના 759 પોઈન્ટ છે અને તે શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્ને સાથે નવમા સ્થાને છે. રિશભ પંત એક સ્થાન નીચે 12મા અને વિરાટ કોહલી 14મા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન અને ઈંગ્લેન્ડના જો રૂટ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ કેન વિલિયમસન ટોપ પર છે. ઈંગ્લેન્ડનો જેક્સ ક્રાઉલી 13 સ્થાનના ફાયદા સાથે 35માં સ્થાને છે. જ્યારે હેરી બ્રુક 11મા અને જોની બેયરસ્ટો સંયુક્ત 19મા ક્રમે છે.

ભારતનો અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન બોલરોની યાદીમાં ટોચ પર છે જ્યારે રવિન્દ્ર જાડેજા છઠ્ઠા સ્થાને છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ 33મા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકાના પ્રભાત જયસૂર્યાએ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક હાંસલ કર્યો છે. પ્રભાત જયસૂર્યા રેન્કિંગમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. જયસૂર્યાનો સ્પિન પાર્ટનર રમેશ મેન્ડિસ એક સ્થાન આગળ વધીને 21મા સ્થાને છે. ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. ઓલ-રાઉન્ડર રેન્કિંગમાં જાડેજા અને અશ્વિન ટોચના બે સ્થાન પર છે જ્યારે અક્ષર પટેલ પાંચમા સ્થાને છે. હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ટીમે વેસ્ટ ઈન્ડિઝમાં બે મેચની સીરિઝ 1-0થી જીતી લીધી છે. પ્રથમ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો જ્યારે બીજી મેચ વરસાદના કારણે ડ્રો રહી હતી. હવે બંને ટીમો વચ્ચે વન-ડે અને ટી20 મેચની સીરિઝ રમાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *