indian cricket team, 3 વન-ડે, 5 ટેસ્ટ અને 8 ટી20... ટીમ ઈન્ડિયાનું માર્ચ સુધીનું શેડ્યુલ જાહેર, જાણો ક્યાં-ક્યાં રમાશે મેચ - indian cricket team home season 2023 24 schedule announced team india to play 16 matches

indian cricket team, 3 વન-ડે, 5 ટેસ્ટ અને 8 ટી20… ટીમ ઈન્ડિયાનું માર્ચ સુધીનું શેડ્યુલ જાહેર, જાણો ક્યાં-ક્યાં રમાશે મેચ – indian cricket team home season 2023 24 schedule announced team india to play 16 matches


ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે આગામી મહિનાઓ એક્શનથી ભરપૂર રહેશે. ક્રિકેટ ચાહકોને તેમના ખેલાડીઓને નિયમિતપણે એક્શનમાં જોવાની તક મળશે. હકીકતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 2023-24 સીઝન માટે ભારતના ઘરઆંગણે રમાનારી મેચોની જાહેરાત કરી છે. વન-ડે વર્લ્ડ કપ સિવાય ભારતીય ટીમ માર્ચ 2023-24 સુધીમાં ઘરઆંગણે કુલ 16 મેચ રમવા જઈ રહી છે. ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 8 ટી20 મેચ રમશે.

ઓસ્ટ્રેલિયા સપ્ટેમ્બરમાં 3 વનડે રમશે
ભારતીય ટીમ 2023 વર્લ્ડ કપ પહેલા સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સાથે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. પ્રથમ વનડે 22 સપ્ટેમ્બર, બીજી 24 સપ્ટેમ્બર અને ત્રીજી 27 સપ્ટેમ્બરે રમાશે. ત્રણ વન-ડે મેચની સીરીઝની પ્રથમ મેચ મોહાલી, બીજી મેચ ઈન્દોર અને ત્રીજી મેચ રાજકોટમાં રમાશે.

વર્લ્ડ કપ બાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે 5 T20 મેચ રમશે
વર્લ્ડ કપ પૂરો થયા પછી ભારત 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સાથે પાંચ ટી20 મેચની સીરિઝ રમશે. આ પાંચ મેચો 23 નવેમ્બર, 26 નવેમ્બર, 28 નવેમ્બર, 1 ડિસેમ્બર અને 3 ડિસેમ્બરે રમાશે. પ્રથમ ટી20 વિઝાગમાં, બીજી તિરુવનંતપુરમમાં, ત્રીજી ગુવાહાટીમાં, ચોથી નાગપુરમાં અને પાંચમી હૈદરાબાદમાં રમાશે.

જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે 3 T20 રમાશે
અફઘાનિસ્તાન જાન્યુઆરી 2024માં 3 મેચની ટી20 શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે. પ્રથમ ટી20 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. બીજી ટી20 ઈન્દોરમાં 14 જાન્યુઆરીએ રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી અને ત્રીજી ટી20 મેચ બેંગલુરુમાં 17 જાન્યુઆરીએ રમાશે.

ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે
અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી પછી ભારતીય ટીમ 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થશે. બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિઝાગમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *