Arjun Tendulkar

ગોવાની ટીમમાંથી તેંડુલકર થઈ ગયો બહાર? 28 ખેલાડીઓની ટીમમાં નથી તેનું નામ – is arjun tendulkar leaving goa no name in team of 28 players


નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લિગ આઈપીએલ 2023માં મુંબઈ ઇન્ડિયન્સ માટે પોતાની રમતથી લોકોને પ્રભાવિત કરનાર અને સચિન તેંડુલકરનો પુત્ર અર્જૂન તેંડુલકર અચાનક ગાયબ થઈ ગયો છે. જોકે, હવે તે દેવધર ટ્રોફીમાં દક્ષિણ ઝોન માટે ભાગ લેશે. જોકે, તેની વર્તમાન હોમ ટીમ ગોવાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અર્જૂન તેંડુલકરે ગયા વર્ષે મુંબઈ છોડીને ગોવા માટે રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે એવું માનવામાં આવે છે કે તે ગોવા પણ છોડી શકે છે.ગોવાની ટીમમાંથી તેંડુલકર બહાર
હકીકતમાં 18 જુલાઈના રોજ ગોવા ક્રિકેટ ટીમ માટે 28 ખેલાડીઓની યાદી બહાર પાડવામાં આવી હતી, જે 2023-24ની રણજી ટ્રોફી સિઝનમાં સંભવિત સભ્યો હશે. જોકે, હવે આ યાદીમાં અર્જૂન તેંડુલકરનું નામ સામેલ નથી. આવી સ્થિતિમાં હવે મોટો સવાલ એ છે કે, શું તે આગામી રણજી સિઝનમાં ગોવા માટે નહીં રમે. જોકે, તે દેવધર ટ્રોફીમાં દક્ષિણ ઝોન તરફથી રમવા જઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, દક્ષિણ ઝોનમાં ગોવાની ટીમ પણ આવે છે. આવી સ્થિતિમાં જો અર્જૂન તેંડુલકરનું નામ રણજી ટ્રોફી માટે સામેલ કરવામાં ન આવે તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, તે ગોવા સિવાય અન્ય કોઈ ટીમ સાથે જોડાઈ શકે છે, પરંતુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ગોવાની ટીમમાં અર્જૂન તેંડુલકરનું નામ જ નથી

ડોમેસ્ટિક ક્રિકેટ કેવું છે અર્જૂન તેંડુલકરનું પ્રદર્શન?
અર્જૂન તેંડુલકર ડોમેસ્ટિક ક્રિકેટમાં અત્યાર સુધી કુલ 7 લિસ્ટ એ અને 7 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. લિસ્ટ એમાં અર્જૂને 8 વિકેટ લીધી છે. જ્યારે ફર્સ્ટ ક્લાસમાં તેના નામે 12 વિકેટની સાથે 120 રન પણ નોંધાયા છે. આ ઉપરાંત તે ટી20માં 33 વિકેટ લઈ ચૂક્યો છે.

આઈપીએલમાં છોડી પોતાની છાપ
અર્જૂન તેંડુલકરને આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કરવાની તક મળી હતી. મુંબઈ ઇન્ડિયન્સ માટે તેણે બોલિંગ કરી ચાર વિકેટ લીધી હતી. જ્યારે તેને બેટિંગમાં કંઈ સારી એવી તક ન મળી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *