Lahiru Thirimanne Retirement: શ્રીલંકાને ચેમ્પિયન બનાવનારા કેપ્ટને લીધો સંન્યાસ, ભારત સામે થયું હતું ડેબ્યૂ - former sri lankan captain lahiru thirimanne retires from international cricket

Lahiru Thirimanne Retirement: શ્રીલંકાને ચેમ્પિયન બનાવનારા કેપ્ટને લીધો સંન્યાસ, ભારત સામે થયું હતું ડેબ્યૂ – former sri lankan captain lahiru thirimanne retires from international cricket


નવી દિલ્હીઃ શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. લાહિરુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં લાહિરુએ લખ્યું હતું કે, ‘મારા દેશ માટે રમવું મારા માટે સન્માનની વાત છે અને આ રમતે મને ઘણું આપ્યું છે. આ રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લેવો મારા માટે બિલકુલ સરળ નહતો. જોકે, લાહિરુએ પોતાની આ પોસ્ટમાં એક એવી વાતનો ઉલ્લેખ કર્યો, જેના કારણે તેને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. તેની પોસ્ટમાં લખ્યું હતું કે, કેટલીક વસ્તુઓ એવી રહી હતી, જેના કારણે સંન્યાસ લઈ રહ્યો છું. હું સોશિયલ મીડિયા પર તે જણાવી નહી શકું કે, આખરે તે કઈ વસ્તુ હતી, જેના કારણે હું આ રમતને અલવિદા કહી રહ્યો છું.શ્રીલંકા માટે 13 વર્ષની રહી કારકિર્દી
લાહિરુ થિરિમાનેએ વર્ષ 2010માં ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. લાહિરૂએ વર્ષ 2011માં વનડે ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. લાહિરૂ થિરિમાને શ્રીલંકા માટે 44 ટેસ્ટ, 27 વનડે અને 26 ટી-20 મેચ રમી છે. આ દરમિયાન તેણે ટીમની કેપ્ટન્સી પણ કરી હતી. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો, લાહિરૂએ નામ શ્રીલંકા માટે 2,088 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે શ્રીલંકા માટે 3 સદી અને 10 અડદી સદી ફટકારી હતી. આ ઉપરાંત વનડેમાં લાહિરૂએ 3,194 રન બનાવ્ છે. આ ફોર્મેટમાં લાહિરુના નામે 4 સદી અને 21 અડદી સદી નોંધાવી છે. જ્યારે ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે 291 રન બનાવ્યા છે.

લાહિરૂએ શ્રીલંકાને બનાવ્યું હતું ચેમ્પિયન
લાહિરિ થિરિમાનેને 2014 એશિયન ગેમ્સમાં શ્રીલંકાના કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. લાહિરૂની કેપ્ટન્સીમાં શ્રીલંકાની ટીમ પણ ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત તે 2014 T20 વર્લ્ડ કપ અને તેના એશિયા કપમાં પણ ટીમનો સભ્ય હતો. એશિયા કપમાં તેના જોરદાર પ્રદર્શન માટે તેને મેન ઑફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ વર્ષ 2019માં જ્યારે શ્રીલંકન ટીમના 10 ખેલાડીએ પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડી હતી, તે સમયે બોર્ડે લાહિરૂ થિરિમાનેને કેપ્ટન બનાવીને નવી ટીમ પાકિસ્તાન મોકલી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *