નાવેદે નાદિર અલીના પોડકાસ્ટમાં કહ્યું હતું કે, જો ભારત પોતાના દેશમાં રમે છે તો તે ફેવરિટ હશે. પાકિસ્તાનની ટીમ પણ ઓછી નથી, પરંતુ મને આશા છે કે, વર્લ્ડ કપમાં ભારતના મુસલમાનો પાકિસ્તાની ટીમને સપોર્ટ કરશે. ભારતમાં ઘણા મુસલમાન છે, જે પાકિસ્તાનને સપોર્ટ કરે છે. રાણા નાવેદ ઉલ હસનના આ નિવેદન બાદ તેની ચારે તરફ ટીકા થઈ રહી છે.
ભારત સામે કેવો રહ્યો છે રેકોર્ડ?
રાણા નાવેદ ઉલ હસન ભારત સામે કુલ 16 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમ્યો હતો. 16 વનડે મેચમાં નાવેદના નામે 23.69 એવરેજથી કુલ 16 વિકેટ નોંધાયેલી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તે ભારત વિરુદ્ધ ફક્ત 2 જ વિકેટ લઈ શક્યો હતો. નાવેદ પાકિસ્તાન માટે છેલ્લી વાર વર્ષ 2010માં ક્રિકેટના મેદાનમાં ઉતર્યો હતો. ત્યારબાદ તેને ટીમમાં ક્યારેય જગ્યા નહતી મળી અને તેણે સંન્યાસની જાહેરાત કરી હતી.
ભારતીય ક્રિકેટ લીગમાં રમી ચૂક્યો છે નાવેદ
રાણા નાવેદ ઉલ હસન ભારતમાં પ્રતિબંધિત ઇન્ડિયન ક્રિકેટ લીગ રમી ચૂક્યો છે. પોતાના પોડકાસ્ટમાં આઈસીએલનો ઉલ્લેખ કરતા નાવેદે કહ્યું હતું કે, જ્યારે આઈસીએલમાં રમવા ગયો હતો. ત્યારે ત્યાં ભારતીય મુસલમાનો પાકિસ્તાની ખેલાડીઓનું સમર્થન કરતા હતા. જોકે, આઈસીએલ ભારતમાં વધારે નહતી ચાલી અને બીસીસીઆઈએ આ લીગમાં રમતા ખેલાડીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આઈસીએલ પ્રતિબંધિત થયા પછી ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ હતી.