ભારત ક્રિકેટનો યુવાન સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ બુધવારે ડોમિનિકામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ઓપનર તરીકે ટેસ્ટ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તેના માટે આ એક મોટી તક છે. તે પોતાના ડોમેસ્ટિક ક્રિકેટ પાર્ટનર રોહિત શર્મા સાથે ઓપનિંગ પાર્ટનર હશે. જયસ્વાલ રોહિત શર્માની કેપ્ટનસીમાં ટેસ્ટ ડેબ્યુ કરશે. આ વર્ષે આઈપીએલ-2023 દરમિયાન 21 વર્ષીય ખેલાડી જબરદસ્ત ફોર્મમાં હતો અને તેણે ટેસ્ટ ફોર્મેટમાં પણ સ્થાનિક ક્રિકેટમાં સારો દેખાવ કર્યો હતો. જેના કારણે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.
યશસ્વી જયસ્વાલના ડેબ્યુ વિશે વાત કરતા ભૂતપૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપરાએ જણાવ્યું હતું કે, યશસ્વી જયસ્વાલની પસંદગીની સારી વાત એ છે કે તે માત્ર IPLના પ્રદર્શનના કારણે નથી. હા, તે IPLની આ સિઝનમાં એકદમ શાનદાર ફોર્મમાં હતો, ત્યારબાદ તેણે મુંબઈ અને પશ્ચિમ ઝોન તરફથી રમતા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં રન નોંધાવ્યા હતા. ભારતના ભૂતપૂર્વ ઓપનરે કહ્યું હતું કે, હકિકતમાં તે જ્યાં પણ રમ્યો છે, જ્યારે પણ તેને તક મળી છે, તેણે સારું પ્રદર્શન કર્યું છે.

આકાશ ચોપરાએ જણાવ્યું હતું કે, તેણે ફક્ત વેસ્ટ ઈન્ડિઝની સ્થિતિ સમજવાની જરૂર છે. જોકે, તેના માટે ડેબ્યૂ આસાન નહીં હોય. આનું સરળ કારણ એ છે કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટમાં તફાવત છે. બંનેમાં પડકારો અલગ છે. જ્યારે તમે વિદેશી ધરતી પર રમી રહ્યા હોવ ત્યારે તે થોડું મુશ્કેલ હોય છે, પરંતુ મને લાગે છે કે યશસ્વી જયસ્વાલ સારો દેખાવ કરશે.
બીજી તરફ અભિનવ મુકુંદે જણાવ્યું હતું કે, યશસ્વી જયસ્વાલ વધુ પ્રભાવશાળી યુવાન ખેલાડીઓમાંથી એક છે. ટેસ્ટ ક્રિકેટમાં તે કેવું પ્રદર્શન કરે છે તે જોવા માટે હું ઉત્સાહિત છું. મને લાગે છે કે તે પોતાના પ્રદર્શનથી પોતાની પ્રતિભા સાબિત કરી દેશે. ડ્યુક્સ બોલ અને થોડી ઘાસવાળી પિચ યશસ્વી જયસ્વાલ માટે પડકારરૂપ હશે, પરંતુ મને લાગે છે કે તેની પાસે સારી ટેકનિક છે. તે આ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે.