IND vs PAK, Asia Cup 2023: એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા, શ્રીલંકામાં બંને વચ્ચે થશે ટક્કર - asia cup 2023 india is not going to pakistan confirms arun dhumal

IND vs PAK, Asia Cup 2023: એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા, શ્રીલંકામાં બંને વચ્ચે થશે ટક્કર – asia cup 2023 india is not going to pakistan confirms arun dhumal


નવી દિલ્હીઃ એશિયા કપના (Asia Cup 2023) 16મા એડિશનની ખૂબ જલ્દી શરૂઆત થવા જઈ રહી છે. જે પાકિસ્તાન અને શ્રીલંકા ભાગીદારીમાં હોસ્ટ કરશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર તેમ બે મહિના સુધી આ ચાલશે, આ પહેલા એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. જે મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે (IND vs PAK) એશિયા કપ માટે રમાનારી મેચનું આયોજન શ્રીલંકામાં જ થશે. તેનો અર્થ એ થયો કે ભારત એક પણ મેચ રમવા માટે પાકિસ્તાન જ જશે. આ પુષ્ટિ ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) સેક્રેટરી જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB) હેડ જકા અશરફ વચ્ચે મીટિંગ થયા બાદ કરવામાં આવી હતી. આ વખતે આમ તો એશિયા કપના આયોજનનો અધિકાર પાકિસ્તાન પાસે છે, પરંતુ તે પોતાના ઘરઆંગણે માત્ર ચાર મેચનું જ આયોજન કરશે જ્યારે ટુર્નામેન્ટમાં બાકીની મેચ શ્રીલંકામાં રમાશે.

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન વોર્નરે નિવૃત્તિ લીધી? પત્નીની રહસ્યમય પોસ્ટથી જાગી ચર્ચા

ભારત vs પાકિસ્તાનની મેચ શ્રીલંકામાં રમાશે
ડરબનમાં આઈસીસીની મીટિંગ પહેલા જય શાહ અને જકા અશરફ વચ્ચે એશિયા કપના શિડ્યૂલને ફાઈનલ કરવા માટે એક બેઠક યોજાઈ હતી. આ વાતને લઈને આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અમારા સેક્રેટરીએ પીસીબીના ડેટ જાકા અશરફ સાથે મુલાકાત કરી હતી અને એશિયા કપના શિડ્યૂલને અંતિમ ઓપ આપ્યો હતો. આ અગાઉ જે વાત કરવામાં આવી હતી તેના અનુરુપ છે. લીગ ચરણની ચાર મેચ પાકિસ્તાનમાં હશે, જ્યારે બાકીની મેચ શ્રીલંકામાં રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી બે મેચ પણ સામેલ છે. જો આ બે ટીમ ફાઈનલમાં પહોંચે છે તો તે પણ શ્રીલંકામાં જ થશે’.

MS Dhoniની સાથે આ એરપોર્ટ પર શું થયું? વાઈરલ વીડિયો જોઈ ફેન્સ પણ ચોંકી ગયા

‘ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જવાની નથી’
ભારતીય ટીમ પાકિસ્તાન જશે તે વાતને તેમણે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ‘આ પ્રકારની કોઈ વાત થઈ નથી. ટીમ ઈન્ડિયા કે સેક્રેટરી પાકિસ્તાન નહીં જાય. આ તો નક્કી જ છે’. ભારત શ્રીલંકાના દામ્બુલામાં પાકિસ્તાન સામે રમી શકે છે. પાકિસ્તાન પોતાની ધરતી પર એકમાત્ર ઘરેલુ મેચ નેપાળ સામે રમશે. પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન vs બાંગ્લાદેશ, બાંગ્લાદેશ vs શ્રીલંકા, શ્રીલંકા vs અફઘાનિસ્તાન… તેમ ચાર મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તો તેની ટીમ વનડે વર્લ્ડ કપ ન્યૂટ્રલ વેન્યૂમાં રમશે. જો કે, હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત કોઈ પણ રીતે પાકિસ્તાન નહીં જાય.

50 ઓવરના ફોર્મેટની મેચ
આ વખતે એશિયા કપ 50 ઓવરના ફોર્મેટ સાથે રમાશે. એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ ભાગ લેવા જઈ રહ્યા છે. ભારત, નેપાળ અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે. તો શ્રીલંકા બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે. બંને ગ્રુપથી બે-બે ટીમ સુપર 4માં પહોંચશે. બાદમાં સુપર 4માં કુલ છ મેચ રમાશે. જે બાદ બે ટીમ ફાઈનલમાં જશે.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *