india tour west indies 2023, કોહલી રહ્યો ફ્લોપ, યશસ્વીએ દેખાડ્યો દમઃ પ્રેક્ટિસ મેચમાં કેવું રહ્યું ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન? - india tour west indies kohli falls quickly rohit and jaiswal shine with fifties in practice match

india tour west indies 2023, કોહલી રહ્યો ફ્લોપ, યશસ્વીએ દેખાડ્યો દમઃ પ્રેક્ટિસ મેચમાં કેવું રહ્યું ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન? – india tour west indies kohli falls quickly rohit and jaiswal shine with fifties in practice match


ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. બે ટેસ્ટ મેચની સીરિઝ 12 જુલાઈથી શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા ભારતીય ટીમે બે દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ મેચ રમાઈ રહી છે. મેચ ગુરુવારે શરૂ થઈ હતી. આ મેચ ભારતીય ખેલાડીઓને બે ગ્રુપમાં વહેંચીને રમાઈ રહી છે. જોકે, આ પ્રેક્ટિસ મેચમાં વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં નિષ્ફળ ગયેલા વિરાટ કોહલીને જયદેવ ઉનડકટે આઉટ કર્યો હતો. વિરાટ કોહલીએ ઓફ સ્ટંમ્પની બહાર જઈ રહેલા બોલ પર બેટ અડાવ્યું હતું અને બોલ તેના બેટના કિનારા પર અડીને સ્લિપના હાથમાં ગયો હતો જ્યાં ફિલ્ડરે તેને કેચ કર્યો હતો.

રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ઓપનિંગ કર્યું હતું
આ મેચમાં યુવાન બેટ્સમેન યશસ્વી જયસ્વાલે કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. અત્યાર સુધી શુભમન ગિલ અને રોહિત શર્માની જોડી ઓપનિંગ કરતી હતી. ચેતેશ્વર પૂજારા ટીમમાંથી બહાર થઈ થતાં ત્રીજા નંબરનું સ્થાન ખાલી થઈ ગયું છે. પ્રેક્ટિસ મેચમાં શુભમન ગિલ ત્યાં બેટિંગ કરવા આવ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત અને દ્રવિડે ત્રીજા નંબર પર ગિલને મેદાનમાં ઉતારવાનું નક્કી કરી લીધું હોય તેવી અપેક્ષા છે.

યશસ્વીએ 76 બોલમાં 56 રનની ઈનિંગ્સ રમી હતી. આ પછી તે રિટાયર હર્ટ થઈ ગયો હતો. રોહિત શર્મા 67 બોલ રમીને રિટાયર્ડ હર્ટ થયો હતો. આ મેચના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચાલી રહ્યા છે. જેમાં રોહિત શર્મા જયદેવ ઉનડકટની બોલ પર સિક્સર ફટકારતો જોવા મળી રહ્યો છે. યશસ્વી જયસ્વાલે પણ સારી બેટિંગ કરી હતી. પરંતુ અજિંક્ય રહાણે વિરાટ કોહલી સાથે કંઈ ખાસ કરી શક્યો નહોતો.

અક્ષર પટેલે પણ સારી બેટિંગ કરી હતી
અક્ષર પટેલ છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયા માટે બેટ વડે કમાલ કરી રહ્યો છે. તેણે આ મેચમાં પણ સારી બેટિંગ કરી હતી. અજિંક્ય રહાણે આઉટ થયા બાદ તે બેટિંગ કરવા આવ્યો હતો. આ સિવાય કેએસ ભરતે પણ બેટિંગ કરી હતી. રિશભ પંતના અકસ્માત બાદ ભરત પ્લેઈંગ ઈલેવનમાં રમી રહ્યો છે. અત્યાર સુધી તે કોઈ મોટી ઈનિંગ્સ રમી શક્યો નથી. આવી સ્થિતિમાં ઈશાન કિશનને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં રમવાની તક મળી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *