ધોનીનો જૂનો વીડિયો થયો વાયરલ
ધોનીના ચાહકો માટે આનાથી મોટી વાત શું હોઈ શકે! આ જ કારણ છે કે ધોની પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ નથી કરતો. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રાંચીમાં પોતાના ઘરે બાઇક પર એક સિક્યોરિટી ગાર્ડને લિફ્ટ આપતો જોવા મળી રહ્યો છે. જોકે આ વીડિયો 2020નો જણાવવામાં આવી રહ્યો છે.
આ વીડિયોમાં કેટલાક ચાહકોનો અવાજ પણ આવી રહ્યો છે. જેમાં તેઓ ધોનીને ગેટ પર આવવા માટે કહે છે. પરંતુ તે માત્ર દૂરથી જ થેન્ક્યૂ કહીને પરત ફરી જાય છે. આ વીડિયોમાં ધોની જે બાઇક ચલાવી રહ્યો છે તે યામાહાની RX100 છે. આ ધોનીની ફેવરિટ બાઈકમાંથી એક છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર આ બાઇકની તસવીર પણ શેર કરી છે.
ધોનીનું ઘર 7 એકરમાં ફેલાયેલું છે
મહેન્દ્ર સિંહ ધોનીએ રાંચીમાં એક આલીશાન ફાર્મ હાઉસ બનાવ્યું છે. ધોનીનું આ ફાર્મ હાઉસ લગભગ 7 એકરમાં ફેલાયેલું છે. આ જ કારણ છે કે વીડિયો વાયરલ થયા બાદ ચર્ચા થઈ રહી છે કે ધોનીનું ઘર એટલું મોટુ છે કે તેને ગેટ સુધી પહોંચવા માટે બાઇક ચલાવવી પડી હતી.
તમને જણાવી દઈએ કે ધોની પોતાના ફાર્મ હાઉસમાં ખેતી પણ કરે છે. ધોનીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે સ્ટ્રોબેરીની ખેતી કરતો જોવા મળ્યો હતો. ધોનીની પોતાની એગ્રીકલ્ચર કંપની પણ છે.