કોની પાસે કેટલો અનુભવ છે?
ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિવ સુંદર દાસ પાસે માત્ર 23 ટેસ્ટ અને 4 વનડેનો અનુભવ છે. બીજી તરફ પટનામાં જન્મેલા સુબ્રતો બેનર્જીએ ભારત માટે એક ટેસ્ટ અને 6 વનડે રમી છે. ભૂતપૂર્વ ઝડપી બોલર સલિલ અંકોલાએ સચિન તેંડુલકર સાથે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને વધારે સફળતા મળી ન હતી. જેના કારણે પછી તે ફિલ્મો તરફ વળ્યો હતો. તેણે કુરુક્ષેત્ર ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ઘણી ટીવી સીરિયલ્સની સાથે તે બિગ બોસ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. તેણે એક ટેસ્ટ અને 20 વનડે રમી છે.
શ્રીધરન પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ નથી
તમિલનાડુના ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીધરન શરથે એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેણે 139 ફર્સ્ટ ક્લાસ અને 116 લિસ્ટ A મેચ રમી છે. તમિલનાડુ માટે 100 રણજી મેચ રમનાર તે એકમાત્ર ક્રિકેટર છે. આ પસંદગી સમિતિમાં તે એકમાત્ર એવો ખેલાડી છે જેને ટીમ ઈન્ડિયા માટે રમવાનો અનુભવ નથી. એટલું જ નહીં કોઈ પણ પસંદગીકાર પાસે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટનો અનુભવ નથી.
મુખ્ય પસંદગીકાર જેઓ મોટા અનુભવી રહ્યા છે
2011 વર્લ્ડ કપ દરમિયાન મુખ્ય પસંદગીકાર રહેલા કૃષ્ણમાચારી શ્રીકાંતે 189 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી જ્યારે દિલીપ વેંગસરકરે 116 ટેસ્ટ રમી છે. ધોનીની પસંદગી કરનાર કિરણ મોરેને લગભગ 150 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ હતો. પરંતુ ત્યારબાદ પસંદગી સમિતિમાં અનુભવી નામો આવ્યા નથી. અગાઉ ચેતન શર્મા ભારતના મુખ્ય પસંદગીકાર હતા. તેમની પાસે માત્ર 23 ટેસ્ટનો અનુભવ હતો. જ્યારે તેમના પહેલા રહેલા સુનીલ જોશી પાસે 15 ટેસ્ટનો અનુભવ હતો તો એમએસકે પ્રસાદ ફક્ત છ જ ટેસ્ટ રમ્યા હતા.