હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ
કઈ રીતે બોલર બન્યો અશ્વિન?
રવિચંદ્રન અશ્વિન કરિયરની શરૂઆતમાં બેટ્સમેન હતો. પરંતુ, તેણે પછી બોલિંગ કરવાનું પસંદ કર્યું અને હવે તેના કારણનો પણ ખુલાસો કર્યો છે. તેણે એક ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, ‘આ એક સાચી કહાણી છે અને હું તેમાં કોઈ ભેળસેળ કરીને વાતન નથી કરી રહ્યો. એક દિવસ હું ભારત-શ્રીલંકાની મેચ જોઈ રહ્યો હતો અને ભારતની બોલિંગ લથડી ગઈ હતી. મારા ફેવરેટ સચિન તેંદુલકર હતા અને તે જે પણ રન બનાવતા હતા, આપણે દડાથી એ રન લીક કરી દેતા હતા.’
અશ્વિને કહ્યું કે, ‘હું વિચારતો હતો કે, મારે બોલર બનવું જ છે. શું હું હાલના બોલરો કરતા સારો ન હોઈ શકું? આ વિચારવાની ઘણી બાલિશ રીત છે, પરંતુ મેં એવું જ વિચાર્યું અને એટલે મેં ઓફ સ્પિન બોલિંગ શરૂ કરી. અહીંથી તેની શરૂઆત થઈ.’
બોલર બનીને પસ્તાવો રહેશે
રવિચંદ્રન અશ્વિનનું કહેવું છે કે, તેને બોલર બનવાનો પસ્તાવો રહેશે. તેણે ઈન્ટર્વ્યુમાં આગળ કહ્યું કે, ‘હું જ્યારે નિવૃત્તિ લઈશ, તો સૌથી પહેલા મને એ વાતનો પસ્તાવો રહેશે કે હું આટલો સારો બેટ્સમેન હતો, મારે ક્યારેય બોલર બનવું જોઈતું ન હતું. આ એક એવી ધારણા છે, જેની સામે મેં સતત લડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બોલરો અને બેટ્સમેનો માટે અલગ-અલગ માપદંડ છે. તેમની સાથે વર્તાવ પણ અલગ રીતે થાય છે. હું સમજું છું કે, બેટ્સમેનો માટા આ એક દડાનો ખેલ છે અને તેમને તકની જરરૂ છે.’
ભારત માટે 2011માં ટેસ્ટ ડેબ્યુ કરનારો રવિચંદ્રન અશ્વિન આ ફોર્મેટમાં 474 વિકેટ ઝડપી ચૂક્યો છે. 92 મેચોમાં અશ્વિને 32 ઈનિંગ્સમાં 5 વિકેટ અને 7 વખત 10 વિકેટ લીધી છે. તે ટેસ્ટમાં મુરલીધરન પછી સૌથી ઓછી મેચોમાં 400 વિકેટ લેનારો બોલર પણ છે.