પાકિસ્તાન સાથે ટક્કર પહેલાં ખતમ થયું મોટું ટેન્શન, ટીમ ઈન્ડિયા માટે આવી આ ખુશખબર - asia cup 2022: rahul dravid tested negative for covid 19 joins the team india

પાકિસ્તાન સાથે ટક્કર પહેલાં ખતમ થયું મોટું ટેન્શન, ટીમ ઈન્ડિયા માટે આવી આ ખુશખબર – asia cup 2022: rahul dravid tested negative for covid 19 joins the team india


Asia Cup 2022: ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે અને રવિવારે પાકિસ્તાન સામે એશિયા કપના રસપ્રદ મુકાબલ પહેલાં તેઓ ભારતીય ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે. એશિયા કપ ટુર્નામેન્ટ માટે ટીમ રવાના થાય તે પહેલાં નિયમિત ટેસ્ટિંગમાં પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પણ હવે તે કોવિડ-19થી સંપુર્ણ રિકવર થઈ ગયા છે. અને પરત ટીમ સાથે જોડાઈ જતાં ભારતીય ટીમને પણ પૂરેપૂરો લાભ પહોંચવાની શક્યતા છે.

રાહલુ દ્રવિડનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, લક્ષ્મણ ભારત પરત ફર્યાં
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોવિડ-19 માટે નેગેટિવ મળી આવ્યા છે અને દુબઈમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં ટીમની સાથે ઉપસ્થિત વચગાળાના કોચ વીવીએસ લક્ષ્મણ ભારત એની તૈયારીઓને જોવા માટે બેંગલુરુ પરત આવ્યા છે.

રાહુલ દ્રવિડના સ્થાને વીવીએસ લક્ષ્મણને કોચ બનાવાયા હતા
પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ ટીમની સાથે યાત્રા કરી શક્યા ન હતી. જે બાદ બીસીસીઆઈ દ્વારા રાહુલ દ્રવિડના સ્થાને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ વીવીએસ લક્ષ્મણને ભારતના વચગાળાના કોચ નિયુક્ત કર્યા હતા.

23 ઓગસ્ટે રાહુલ દ્રવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ 23 ઓગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓ ઘરમાં જ આઈસોલેશન હેઠળ હતા. આ પહેલાં બીસીસીઆઈ સચિવ જય શાહે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ભારતીય ટીમના મુખ્ય કોચમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. શાહે પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ એશિયા કપ 2022 માટે યુઈએ માટે રવાના થતાં પહેલાં નિયમિત પરીક્ષણમાં કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, રાહુલ દ્રવિડ બીસીસીઆઈની મેડિકલ ટીમના નિરીક્ષણમાં છે અને તેમનામાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેઓનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા બાદ તેઓ પરત ટીમ સાથે જોડાશે તેમ પણ જય શાહે જણાવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *