shikhar dhawan divorce, સંતાનો પર માત્ર માતાનો હક નથી... દીકરાને ભારત લાવો; શિખર ધવનની પત્નીને દિલ્હી કોર્ટનો આદેશ - delhi court order to shikhar dhawans wife to send her child to india

shikhar dhawan divorce, સંતાનો પર માત્ર માતાનો હક નથી… દીકરાને ભારત લાવો; શિખર ધવનની પત્નીને દિલ્હી કોર્ટનો આદેશ – delhi court order to shikhar dhawans wife to send her child to india


દિલ્હીઃ ઈન્ડિયન ટીમના સ્ટાર ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયેશા મુખર્જી વચ્ચે અણબનાવના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બંને છેલ્લા ઘણા સમયથી અલગ થઈ ગયા છે. તેવામાં હવે પુત્રની સાથે સમય પસાર કરવાના મુદ્દે શિખર ધવન અને આયેશા વચ્ચે વિવાદ થયો હોવાનો અનુમાન લગાવાઈ રહ્યું છે. દિલ્હીની એક અદાલતે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શિખર ધવનથી અલગ થઈ ગયેલી તેની પત્ની આયેશા મુખર્જીને આદેશ આપ્યો છે કે તે પોતાના 9 વર્ષના દીકરાને એક ફેમિલી ફંકશનમાં ભારત લઈને આવે. કારણ કે સંતાનો પર માત્ર માતાનો જ નહીં પરંતુ પિતાનો પણ વિશેષ અધિકાર હોય છે. જોકે બીજી બાજુ બંનેએ ડિવોર્સ અને બાળકની કસ્ટડીને લઈ ભારત અને ઓસ્ટ્રેલિયા એમ બંને દેશોમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણો સમગ્ર ઘટનાક્રમ વિશે વિગતવાર માહિતી…..

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

શિખરની પત્નીએ દીકરાને ભારત ન લાવવા કહ્યું!
પટિયાલા હાઉસ કોર્ટના જસ્ટિસ હરીશ કુમારે બાળકોને ભારત લાવવા સામે આયેશા મુખર્જીને જે આપત્તિ છે એ મુદ્દે ઠપકો આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક ફેમિલી ફંકશનમાં સામેલ થવા શખર ધવનના દીકરાને ભારત લાવવા જણાવાયું હતું. આ મુદ્દે આયેશાને વાંધો હોવાથી મામલો બિચક્યો હતો. ફેમિલી કોર્ટમાં ધવનના પરિવારે જણાવ્યું છે કે તેઓ ઓગસ્ટ 2020થી તેના દીકરાને મળી શક્યા નથી.

પહેલા ફેમિલી કાર્યક્રમ 17 જૂને નિર્ધારિત કર્યો હતો પરંતુ બાળકોને વેકેશન નહોતુ જેથી કરીને આને સ્થગિત કરી દેવાયો હતો. ત્યારપછી પરિવારે આ કાર્યક્રમને 1 જુલાઈના દિવસે આયોજિત કરી દીધો હતો. પરંતુ આયેશા મુખર્જીને આની સામે પણ વાંધો હતો અને તેને દાવો કર્યો કે આ ફંકશનમાં પણ તેઓ હાજરી નહીં આપી શકે. તેને આનું કારણ જણાવતા કહ્યું કે જ્યારે નવી તારીખો પસંદ થઈ રહી હતી ત્યારે મારી કે પરિવારની સાથે ચર્ચાઓ થઈ નહોતી. જજે આ અંગે કહ્યું કે ભલે ધવનના પરિવારે તમારી સાથે તારીખો અંગે ચર્ચા નથી કરી આનું કોઈ ગંભીર પરિણામ નહીં આવે. પરિવારના કેટલાક સભ્યો ફેમિલી કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકે એવું જ થશે.

ઓગસ્ટ 2020થી શિખર ધવનનો દીકરો ભારત નથી આવ્યો
જજે જોયું કે તેમનો દીકરો ઓગસ્ટ 2020થી ભારત આવ્યો નથી અને ધવનના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોને પણ બાળક સાથે સમય પસાર કરવાની તક મળી નથી. આના માટે જજે શિખર ધવનની ઈચ્છાને માન આપ્યું, તેણે કહ્યું હતું કે મારા દીકરાને તેના દાદા- દાદી સાથે પણ સમય પસાર કરવાનો અધિકાર છે. જજે ત્યારપછી આયેશા મુખર્જીના ભારત ન આવવાના કારણો પર સવાલ ઉઠાવ્યો હતો. તે નહોતી ઈચ્છતી કે દીકરી ભારત જાય અને તેના દાદા દાદીની સાથે મુલાકાત કરે. બંને પક્ષ કાર્યવાહી કરવા માટે એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા હતા.

ધવનની પત્નીએ વધુમાં દાવો કર્યો હતો કે તેના દીકરાને ભારતમાં રહેવાની સુવિદાઓ મળશે કે નહીં એ પણ અમને જાણ નથી. જોકે આ દરમિયાન આ મુદ્દો ન ઉઠે તેના માટે આયેશા મુખર્જીના ખર્ચે જ થોડા સમય માટે તે દીકરાને ભારતમાં રાખવા માગતો હોવાનું આવેદન કરાયું હતું.

આયેશાના મનમાં બાળકને લઈને શું ડર છે? કેમ ભારત નથી મોકલતી?
કોર્ટે વધુમાં કહ્યું કે ખર્ચો થશે એ મુદ્દે આયેશા મુખર્જીને જે મુશ્કેલી થઈ રહી છે તે યોગ્ય હોઈ શકે છે. વળી પરિણામો શું આવશે ત્યાં સ્વાસ્થ્ય કેવું રહેશે એ મુદ્દે જે સવાલો છે તે પણ યોગ્ય હોઈ શકે છે. પરંતુ તે એમ નથી જણાવી શકે કે બાળકને લઈને અરજકર્તા મુદ્દે તેના મનમાં કયો ભય છે અને તેણે આને વોચ લિસ્ટમાં નાખવા માટે ઓસ્ટ્રેલિયન કોર્ટની મદદ કેમ લીધી હતી.

જજે વધુમાં કહ્યું કે એક બાજુ ધવનની પત્ની આયેશાએ કહ્યું કે તેના દીકરાના જીવનમાં પિતાનો મહત્ત્વપૂર્ણ રોલ છે. જ્યારે બીજી બાજુ તે દીકરાને ભારત મોકલવા માટે પણ રાજી થઈ રહી નથી. તે દીકરાને તેના દાદા દાદી સાથે મળવા માટે પણ અનુમતિ આપી રહી નથી. જજે જણાવ્યું કે આયેશાએ શિખર ધવનના અન્ય પરિવારના સભ્યો સાથે બાળક રહે અને સમય પસાર કરે એ મુદ્દે પણ ધ્યાન રાખવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *