Asia Cup: રવિવારે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપની હારનો હિસાબ ચૂકતે કરવા ઉતરશે ભારત - asia cup 2022 india vs pakistan team indias old guard ready with unfamiliar foes pakistan

Asia Cup: રવિવારે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપની હારનો હિસાબ ચૂકતે કરવા ઉતરશે ભારત – asia cup 2022 india vs pakistan team indias old guard ready with unfamiliar foes pakistan


એશિયા કપ-2022નો શનિવારે પ્રારંભ થયો પરંતુ રવિવારે ટુર્નામેન્ટનો સૌથી મોટો હાઈવોલ્ટેજ મુકાબલો રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાની ટીમ આમને સામને થશે. આ મુકાબલા દ્વારા ભારતીય ક્રિકેટ ટીમ ગત વર્ષે ટી20 વર્લ્ડ કપમાં મળેલા 10 વિકેટના પરાજયનો હિસાબ ચૂકતે કરવા ઈચ્છશે. આઈસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ પ્રથમ પરાજય હતો. જોકે, મેચની પૂર્વસંધ્યાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે સવાલ પૂછતાં કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા તે પરાજયથી ઘણી આગળ વધી ગઈ છે. પરંતુ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ચોક્કસથી ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવીને હિસાબ ચૂકતે કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાશે જેનું પ્રસારણ ભારતીય સમય પ્રમાણે રાત્રે 7.30 કલાકથી શરૂ થશે.

કોહલીના પ્રદર્શન પર રહેશે તમામની નજર, રોહિત પણ મોટો સ્કોર કરવા આતુર
છેલ્લા એક દાયકાથી રોહિત શર્મા અને વિરાટ કોહલી મર્યાદિત ઓવર્સના ક્રિકેટમાં ભારતીય ટીમના બે મહત્વના ખેલાડી રહ્યા હતા. જોકે, હાલમાં પરિસ્થિતિ એ છે કે બંને ખેલાડી જાણે છે કે છેલ્લા કેટલા સમયથી તેમનું પ્રદર્શન કેવું રહ્યું છે. વિરાટ કોહલી માટે તો ટુર્નામેન્ટ અત્યંત મહત્વની છે. છેલ્લા ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ન શકેલો કોહલી બ્રેક બાદ પરત ફર્યો છે. આ ટુર્નામેન્ટમાં તે ધમાકેદાર પ્રદર્શન કરે તેવી આશા તેના ફેન્સ રાખી રહ્યા છે. જ્યારે રોહિત શર્મા પણ ટી20 વર્લ્ડ કપ અગાઉ પોતાની તોફાની બેટિંગ ટેસ્ટ કરવા આતુર છે. જોકે, આ બંને સિવાય ટીમમાં લોકેશ રાહુલ અને રિશભ પંત જેવા મહત્વના બેટર છે.
‘થોડું સિક્રેટ અમને પણ રાખવા દો યાર…’ પાકિસ્તાની પત્રકારના સવાલ પર રોહિતનો મજેદાર જવાબબંને ટીમ એકબીજાની ક્ષમતા-નબળાઈથી અજાણ
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 10 વર્ષથી કોઈ દ્વિપક્ષીય સીરિઝ રમાઈ નથી અને હાલમાં બંને દેશના રાજકિય સંબંધો જોતાં નજીકના ભવિષ્યમાં તે શક્ય બનશે તેવું લાગી રહ્યું નથી. બંને ટીમો ફક્ત આઈસીસી ટુર્નામેન્ટ્સમાં જ ટકરાય છે તેથી બંને ટીમો એકબીજાની ક્ષમતા અને નબળાઈથી સારી રીતે જાણકાર નથી. વર્ષમાં એકાદ-બે વખત બંને ટીમો આમને સામને થાય છે તેવામાં બંને ટીમો એકબીજા માટે કોઈ મોટા પ્લાન બનાવી શકે નહીં. તેથી જ ભારતને ગત વર્ષે ટી20 વર્લ્ડ કપની મેચમાં ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ પોતાનું પ્રદર્શન કેવું સુધારી દીધું છે તેનો ખ્યાલ આવ્યો ન હતો. જેના કારણે ભારતને 10 વિકેટ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

બાબર આઝમ ભારતીય ટીમ માટે બની શકે છે મોટો પડકાર
પાકિસ્તાનનું પલડું થોડું એટલે નબળું પડ્યું છે કેમ કે તેનો સ્ટાર ઝડપી બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે ટુર્નામેન્ટમાં રમી શકવાનો નથી. ઘૂંટણની ઈજાના કારણે તે એશિયા કપમાંથી બહાર થઈ ઘયો છે. જોકે, તેમ છતાં પાકિસ્તાન પાસે સૌથી મોટું હથિયાર તેનો સુકાની અને સ્ટાર ઈનફોર્મ બેટર બાબર આઝમ છે. છેલ્લા ઘણા સમયથી બાબર આઝમનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું છે. ઓપનિંગમાં તેનો સાથીદાર મોહમ્મદ રિઝવાન પણ ભારત માટે પડકાર બની શકે છે. ત્રીજા ક્રમે બેટિંગમાં આવતો ફખર ઝમાન પણ ફોર્મમાં છે. જોકે, ટોપ ઓર્ડરના આ ત્રણ બેટર સિવાય અન્ય કોઈનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું નથી. આસિફ અલી, ખુશદિલ શાહ અને હૈદર અલી સારા બેટર છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો નિયમિત રન નોંધાવી શક્યા નથી.
Asia Cup: રવિવારે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપની હારનો હિસાબ ચૂકતે કરવા ઉતરશે ભારત - asia cup 2022 india vs pakistan team indias old guard ready with unfamiliar foes pakistanકોહલીએ ઈજાગ્રસ્ત પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદી સાથે કરી વાતચીત, પૂછ્યા ખબર-અંતરબુમરાહની ગેરહાજરીમાં ભારત વધારાનો સ્પિનર રમાડશે?
પાકિસ્તાનને શાહીન આફ્રિદીની ખોટ સાલશે તો ભારત પાસે તેનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ નથી. પીઠની ઈજાના કારણે તે એશિયા કપમાં રમી શક્યો નથી. જ્યારે ટી20 નિષ્ણાત બોલર હર્ષલ પટેલ પણ ઈજાના કારણે રમી રહ્યો નથી. તેથી અનુભવી ભુવનેશ્વર કુમારને યુવાન ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ અર્શ દીપ સિંહનો સાથ મળશે. જોકે, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની હાજરીથી ટીમ સંતુલીત છે પરંતુ અંતિમ ઈલેવનમાં રોહિત અને મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણ એક વધારાના સ્પિનરને સામેલ કરશે કે નહીં તે જોવાનું રહેશે.

બંને ટીમો આ પ્રમાણે છેઃ
ભારતઃ
રોહિત શર્મા (સુકાની), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિશભ પંત, દીપક હૂડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

પાકિસ્તાનઃ બાબર આઝમ (સુકાની), શાદાબ ખાન, આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, હેરિસ રૌફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર, મોહમ્મદ હસનૈન, હસન અલી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *