હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના સમાચાર
એક શાનદાર સ્ટોરીનો અંત
પોતાની કારકિર્દી વિશે વાત કરતાં અંબાતીએ કહ્યું – આ એક પરીકથાનો અંત છે અને હું તેનાથી વધુ અપેક્ષા રાખી શકતો ન હતો. તે અદ્ભુત છે, મહાન ટીમોમાં રમવું ખરેખર નસીબદાર છે. આ જીત એવી છે જે હું મારા બાકીના જીવન માટે યાદ રાખીશ, છેલ્લા 30 વર્ષોની તમામ સખત મહેનત માટે આનંદની વાત છે કે આ નોંધ પર તે સમાપ્ત થઈ. હું આ ક્ષણને મારા પરિવાર અને મારા પિતાનો આભાર માનવા ઈચ્છું છું, તેમના વગર હું અહીંયા સુધી ના પહોંચી શક્યો હોત.
બધા પ્રાર્થના કરતા હતા
તેણે આગળ કહ્યું – આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. છેલ્લી મેચ જીતી. ટાઈટલ જીતી.. મારી પાસે શબ્દો નથી. બધા ભગવાનને યાદ કરતા હતા. પ્રાર્થના કરી રહ્યો હતો એક ખેલાડી તરીકે આવી મેચોમાં નર્વસનેસ ઓછી હોય છે, પરંતુ જ્યારે તમે દર્શક હોવ ત્યારે લાગણીઓ હાવી થઈ જાય છે. જ્યારે તેને ધોની સાથે નિવૃત્તિ અંગેની વાતચીત વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું – વધારે વાત નથી થઈ.
જ્યારે તું વૃદ્ધ થશે ત્યારે પણ તને આ શોટ યાદ રહેશે
તેણે આગળ કહ્યું- મેચ પછી માહી ભાઈએ કહ્યું તું વૃદ્ધ થઈ જશે, તો પણ તને આ શોટ યાદ હશે. જણાવી દઈએ કે અંબાતી રાયડુ 11મી ઓવરમાં બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. ચેન્નાઈએ તે સમયે અજિંક્ય રહાણેની મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને એક મોટી હિટની જરૂર હતી, તેથી રાયડુએ 13મી ઓવરમાં મોહિત શર્માને સિક્સર, એક ફોર અને પછી સિક્સર ફટકારીને મોરચો ફેરવી દીધો હતો. જો કે, રાયડુ અહીંથી આઉટ થયો, પરંતુ તેણે પોતાનું કામ કરી દીધું. તેણે 8 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 19 રન ફટકાર્યા હતા.
નિવૃત્તિ પછી કરી હતી વાપસી
રાયડુનું આ છઠ્ઠું આઈપીએલ ટાઈટલ છે. અગાઉ તે ચેન્નાઈની બે વખત અને મુંબઈની 3 વખત ટ્રોફી વિજેતા ટીમનો ભાગ હતો. ગયા વર્ષે તેણે આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ પછી નિર્ણય બદલ્યો અને વાપસી કરી. આ વખતે ફાઈનલ પહેલા તેણે ટ્વીટ કર્યું હતું કે ફાઈનલ નિવૃત્તિ છે. હવે યુ ટર્ન નહીં.