CSK vs GT IPL 2023, IPL 2023: કમોસમી વરસાદે ખોલી BCCIની વ્યવસ્થાની પોલ, નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની છતમાંથી ટપક્યું પાણી - roof leaks at narendra modi stadium during ipl 2023 final

CSK vs GT IPL 2023, IPL 2023: કમોસમી વરસાદે ખોલી BCCIની વ્યવસ્થાની પોલ, નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની છતમાંથી ટપક્યું પાણી – roof leaks at narendra modi stadium during ipl 2023 final


આઈપીએલની આખી સીઝન દમદાર રહી. ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની હતી જેને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ હતો. એમાંય ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી જતાં ગુજરાતીઓનો ઉત્સાહ ચરમ પર હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે ફેન્સમાં થનગનાટ હતો. પરંતુ કુદરત આગળ કોનું ચાલે? દર્શકોથી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું અને મેચ શરૂ થવાની આતુરતા હતી પણ વરસાદે બધા પર પાણી ફેરવી દીધું. ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ (CSK vs GT) વચ્ચે રમાનારી આઈપીએલની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. અમદાવાદમાં રવિવારે સમી સાંજે વરસાદે ભારે બેટિંગ કરી હતી. જેથી મેચ કેન્સલ કરવી પડી અને દર્શકો ભારે હૈયે પાછા ફર્યા હતા. જોકે, આ મેચ રિઝર્વ ડે પર એટલે કે આજે રમાશે. મેચ તો રદ થઈ પરંતુ બીસીસીઆઈની પોલ ખુલી ગઈ.
હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

છતમાંથી ટપક્યું પાણી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પૈકીનું એક છે. અહીં 1.32 લાખ લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. 2021માં આ સ્ટેડિયમનું રિનોવેશન કર્યા બાદ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે પડેલા ધોધમાર વરસાદમાં સ્ટેડિયમની છતમાંથી પાણી ટપકવા લાગ્યું હતું. સ્ટેડિયમમાં હાજર કેટલાક દર્શકોએ તેનો વિડીયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ભીડ એટલી બધી હતી કે લોકોને ટપકતા પાણીના લીધે પલળવું પડ્યું હતું.

IPLની ફાઈનલ તો ધોવાઈ ગઈ, શું રિઝર્વ ડે પર પણ વરસાદ પડશે..આજે કેવું રહેશે અમદાવાદમાં હવામાન?

BCCIની વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ

બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયે હજી બે વર્ષ થયા છે. એવામાં વરસાદે સ્ટેડિયમના બાંધકામની પોલ ખોલી દીધી છે. સોશિયલ મીડિયા પર લીક થતી છતનો વિડીયો વાયરલ થતાં બીસીસીઆઈની વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ગત વર્ષે ચિન્નાસ્વામી સ્ટેડિયમની છતમાંથી પણ પાણી ટપકતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ સિવાય તેની સાફ-સફાઈને લઈને પણ સવાલ ઉઠતા રહ્યા છે. કેટલીયવાર મહિલા ફેન્સે બાથરૂમની વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો કર્યા છે.

CSK vs GT IPL 2023, IPL 2023: કમોસમી વરસાદે ખોલી BCCIની વ્યવસ્થાની પોલ, નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની છતમાંથી ટપક્યું પાણી - roof leaks at narendra modi stadium during ipl 2023 finalસોમવારે રમાશે IPL ફાઈનલઃ અમદાવાદમાં ભારે વરસાદે બગાડી મજા, પલળતા પરત ફર્યા ફેન્સ

11 વાગ્યે એમ્પાયરોએ લીધો નિર્ણય

અમદાવાદની વાત કરીએ તો, વરસાદ રાત્રે 9 કલાકે બંધ થયો હતો. મેદાન કોરું કરવા માટે સુપર સોકર મેદાનમાં પહોંચ્યું તો દર્શકોને આશા બંધાઈ કે હવે મેચ શરૂ થશે. પરંતુ તેમની ખુશી લાંબી ના ટકી કારણકે ટૂંકા વિરામ બાદ ફરીથી મેઘરાજાએ વરસવાનું શરૂ કરી દીધું. જેથી ફરીથી મેદાન ઢાંકી દેવાયા. વરસાદી મોસમ વચ્ચે રાત્રે 11 કલાકની આસપાસ અમ્પાયરોએ નિર્ણય કર્યો કે, આઈપીએલની ફાઈનલ મેચ રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. હવે આજે એટલે કે, સોમવારે વરસાદનું વિઘ્ન ના નડે અને ધોની-હાર્દિક પંડ્યાની ટીમો વચ્ચેનો મુકાબલો માણી શકાય તેવી આશા ફેન્સ રાખી રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *