india vs australia wtc final, WTC ફાઈનલમાં આ બે ખેલાડીઓ પર રહેશે ભારતીય ટીમની સફળતાનો આધાર - wtc final virat kohli and rohit sharma key to indias chance feels michael hussey

india vs australia wtc final, WTC ફાઈનલમાં આ બે ખેલાડીઓ પર રહેશે ભારતીય ટીમની સફળતાનો આધાર – wtc final virat kohli and rohit sharma key to indias chance feels michael hussey


આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 પૂરી થયા બાદ તમામ લોકોની નજર આગામી મહિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલમાં આ ફાઈનલ મુકાબલો રમાશે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માઈકલ હસ્સીનું માનવું છે કે ટીમ ઈન્ડિયાના જીતનો આધાર રોહિત શર્મા અને વિરાટ કોહલી રહેશે. આ બંને બેટર વર્તમાન ટીમમાં સૌથી વધુ અનુભવ ધરાવતા ખેલાડીઓ છે. તેથી ભારતીય ટીમની સફળતાનો મોટા ભાગનો આધાર આ બંને બેટ્સમેનના પ્રદર્શન પર રહેશે.

વિરાટ કોહલી વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સ્થાન પામે છે. ભારતીય ટીમમાં અને ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તેની ભૂમિકા ઘણી મહત્વની છે. તેની બેટિંગ સ્કિલ અને પડકારજનક પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તેની ક્ષમતા તેને ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી બનાવે છે. બીજી તરફ કેપ્ટન રોહિત શર્મા આક્રમક બેટિંગ સ્ટાઈલ ધરાવે છે. આ ઉપરાંત તે લાંબી ઈનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવે છે. તેથી ટોપ ઓર્ડરમાં તે મહત્વનું યોગદાન આપી શકે છે. તેનો અનુભવ અને ઈનિંગ્સની શરૂઆતમાં સ્થિરતા આપવાની તેની ક્ષમતા ભારતીય ટીમની સફળતાનો પાયો નાંખી શકે છે.

માઈકલ હસ્સીએ જણાવ્યું હતું કે, કોહલીનું કંગાળ ફોર્મ ભૂતકાળ થઈ ગયો છે. કોહલી દેખીતી રીતે જ રમતના તમામ ફોર્મેટમાં ફરીથી શાનદાર ફોર્મમાં પાછો આવી રહ્યો છે, તેથી તે અને રોહિત શર્મા બંને બેટ વડે ભારત માટે મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતા તેણે સળંગ બે સદી ફટકારી હતી. વિરાટ કોહલી મોહમ્મદ સિરાજ સાથે યુકે પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ અગાઉ કેન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે.

ભારતીય ટીમ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સીરિઝ જીત્યું હતું. પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ એક અલગ મેચ રહેશે, તેમ જણાવતા હસ્સીએ કહ્યું હતું કે, ફાઈનલ ઈંગ્લેન્ડમાં રમાવાની છે, તેથી ભારતમાં રમાયેલી સીરિઝ કરતાં ઈંગ્લેન્ડની પરિસ્થિતિ અલગ હશે. મારા મતે ઝડપી બોલર્સ ઘણા મહત્વના રહેશે. પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડ ફિટ થઈ જશે જે ઓસ્ટ્રેલિયા માટે સારું રહેશે.

જોકે, ભારતીય ટીમ પાસે પણ સારા ઝડપી બોલર્સ છે. ટીમ ઈન્ડિયા પાસે મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી છે. જ્યારે સ્પિન બોલિંગમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન છે. આમ ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ ક્લાસ બોલિંગ એટેક છએ અને ઓસ્ટ્રેલિયાએ તેમને હરાવવા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે, તેમ માઈકલ હસ્સીએ જણાવ્યું હતું.

જોકે, માઈકલ હસ્સીએ કોઈ ટીમને ફેવરિટ ગણાવી નથી. પરંતુ ભારતીય ટીમ દબાણમાં રહેશે કેમ કે તેણે 2013 બાદ એક પણ આઈસીસી ટાઈટલ જીત્યું નથી. આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફનો ભાગ રહેલા હસ્સીએ કહ્યું હતું કે, હું ફક્ત તે જોવા ઈચ્છું છું કે બે મજબૂત ટીમોમાંથી કોણ ચેમ્પિયન બનશે. અમે ફક્ત મજબૂત અને શ્રેષ્ઠ ક્રિકેટ જોવા ઈચ્છીએ છીએ. બંને ટીમો જીતની હકદાર છે તેથી કોણ જીતશે તે મહત્વનું નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *