virat and naveen controversy, વિરાટ સાથે વિવાદ બાદ નવીને કહ્યું મારે લખનઉની ટીમ છોડવી છે, કેમ કર્યું આવું ટ્વિટ? - after the dispute with virat naveen said that i want to leave the lucknow team

virat and naveen controversy, વિરાટ સાથે વિવાદ બાદ નવીને કહ્યું મારે લખનઉની ટીમ છોડવી છે, કેમ કર્યું આવું ટ્વિટ? – after the dispute with virat naveen said that i want to leave the lucknow team


દિલ્હીઃ ક્રિકેટ જગતમાં અફઘાનિસ્તાનના ક્રિકેટર નવીન ઉલ હક પોતાના વિવાદોના કારણે ચર્ચામાં આવ્યા છે. આ મીડિયમ પેસર અગાઉ મોહમ્મદ આમીર અને શાહિદ આફ્રિદી પછી વિરાટ કોહલી સાથે વિવાદમાં ઉતરી ચર્ચામાં આવી ગયો છે. તેવામાં વિરાટ સાથે બોલાચાલી બાદ સ્ટેડિયમમાં જ્યારે પણ નવીન જાય ત્યારે ફેન્સ વિરાટ-વિરાટના નારા લગાવી તેને ચિડવતા હતા. તેવામાં નવીને ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેને લખનઉની ટીમ છોડવી છે. આ પોસ્ટ બાદ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.

વિરાટની ટીમ બહાર થતા કરી વિવાદાસ્પદ પોસ્ટ
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના વિવાદ સાથે નવીન અને કોહલીનો વિવાદ પણ ચર્ચામાં આવ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલીની ટીમ RCB જ્યારે પ્લેઓફ રેસથી ફેંકાઈ ગઈ ત્યારે પણ નવીને નામનો ઉલ્લેખ કર્યા વિના મજાક ઉડાવી હતી. તેણે હસતો હોય એવો વીડિયો શેર કરતા જોવાજેવી થઈ હતી. ફેન્સ પણ ત્યારપછી નવીનને ટ્રોલ કરવા લાગ્યા હતા. વળી લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. મુંબઈ સામેની મેચમાં દર્શકો વિરાટનું નામ વારંવાર લઈ રહ્યા હતા. ત્યારે બોલિંગ કરવા ઉતરેલા નવીને રોહિત શર્માની વિકેટ ઝડપીને દર્શકોના મોં બંધ કરાવ્યા હતા. સાથે જ કાન પર આંગળી મૂકી દીધી હતી. સાથે જ જર્સી તરફ ઈશારો કરી પોતાનું નામ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મેચમાં નવીને ચાર વિકેટ ઝડપી હતી.

નવીને કહ્યું મારે લખનઉની ટીમ છોડવી છે
ઉલ્લેખનીય છે કે લખનઉ સુપર જાયન્ટ્સનો ખેલાડી નવીન ઉલ હક વિરાટ સાથે વિવાદ બાદ વધારે ચર્ચામાં આવ્યો છે. ત્યારે તેણે ફેન્સના ટ્રોલિંગ અને સ્ટેડિયમમાં સતત ટિઝિંગ વચ્ચે એક મોટુ નિવેદન આપ્યું છે. નવીને ટ્વીટ કરી કહ્યું છે કે હું વિરાટ કોહલીનો મોટો ફેન છું. મારા રૂમમાં કોહલીના પોસ્ટરો જ છે. તે મારા આદર્શન છે અને બાળપણથી હું તેમને ફોલો કરુ છું. મારી ઈચ્છા છે કે હું લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ છોડી RCBમાં વિરાટની કેપ્ટનશિપ હેઠળ રમવા લાગું.

કોહલી…કોહલીના નારા પરેશાન કરે છે?
મુંબઈ સામે હાર બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવીનને પૂછવામાં આવ્યું કે શું મેદાનમાં લાગતા કોહલીના નારા તેને પરેશાન કરે છે? જવાબમાં અફઘાનિસ્તાનના ખેલાડીએ કહ્યું, “મને સાંભળીને મજા આવે છે. મેદાનમાં બધા જ તેનું અથવા તો બીજો કોઈ ખેલાડીનું નામ લે તો મારો જુસ્સો વધે છે. હું મારી ટીમ માટે વધારે સારું રમવા માટે પ્રેરિત થાઉં છું.”

સમગ્ર મેચમાં વિરાટ-નવીન અને ગંભીરને વચ્ચે થયો ઝઘડો
લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર અને વિરાટ કોહલી વચ્ચે મેચ દરમિયાન વિવાદ થયો હતો. મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડી એકબીજા સાથે શેક હેન્ડ કરી રહ્યા હતા. ત્યારે અફઘાનિસ્તાનના નવીન ઉલ હક અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવ થયો હતો. જોકે આ દરમિયાન વિરાટ ગુસ્સે થઈ જતા સાથી ખેલાડીઓ તેને દૂર લઈ ગયા હતા. ત્યારપછી લખનઉની ઈનિંગ દરમિયાન જ્યારે નવીન બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પણ વિવાદ થયો હતો. વિરાટ ત્યારપછી લખનઉના કાઈલ મેયર્સ સાથે વાતચીત કરી રહ્યો હતો. અચાનક ગંભીર આવી ગયો અને મેયર્સને બોલાવી અલગ કરી દીધા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *