Rivaba Jadeja tweet

ms dhoni vs ravindra jadeja, રિવાબાના રિએક્શનથી મચ્યો હંગામો, શું ધોની અને જાડેજાના સંબંધોમાં પડી છે તિરાડ? – rivaba responds to cryptic post of her husband ravindra jadeja


નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આઈપીએલ 2023માં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો. જોકે, હાલના દિવસોમાં તે પોતાની રમત કરતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર એવું કહેવાઈ રહ્યું છે કે, ધોની અને જાડેજા વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. એવું એટલા માટે કહેવાઈ રહ્યું છે કે, તેણે સીઝનની છેલ્લી લીગ મેચ પછી એક ટ્વિટ કરી, જે દિલ્હી કેપિટલ્સની સામે રમાઈ હતી. જાડેજાની આ ટ્વિટ પર તેની પત્ની રિવાબાએ પણ રિએક્ટ કર્યું. રિવાબાની ટ્વિટ બાદ ચર્ચા છેડાઈ ગઈ છે કે, શું ધોની અને જાડેજાના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે?

હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ

હકીકતમાં જાડેજાએ એક ક્રિપ્ટિક ટ્વિટ કરતા એક કોટ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘જેવું કર્મ કરો તેવું ફળ મળે છે. આજે નહીં તો કાલે, પરંતુ એ વાત નક્કી છે કે તેનું ફળ મળે છે.’

જાડેજાની આ ટ્વિટ પછી તેની પત્નીએ પણ તેનો સપોર્ટ કર્યો. જાડેજાની ટ્વિટને રીટ્વિટ કરતા રિવાબાએ લખ્યું કે, ‘તમે તમારા રસ્તા પર ચાલતા રહો.’ જોકે, એ સ્પષ્ટ નથી થયું કે, જાડેજા અને ધોની વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે.

વિડીયોમાં ટેન્શનમાં દેખાયો જાડેજા
ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન ધોની અને જાડેજાની વચ્ચે લાંબી વાતચીત થતી જોવા મળી હતી. આ દરમિયાન જાડેજા ઘણો ગંભીર મુદ્રામાં પણ જોવા મળી રહ્યો હતો. જાડેજાના હાવભાવ જે પ્રકારના હતા, તેનાથી એવું લાગી રહ્યું હતું કે કોઈ વાતને લઈને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

આઈપીએલ 2022માં પણ આવું જોવા મળ્યું હતું
ગત વર્ષે પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું, જ્યારે જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પરથી સીએસકેને લગતી પોસ્ટ હટાવી દીધી હતી. આઈપીએલ 2022માં જાડેજાને સીએસકેની કેપ્ટનશિપ અપાઈ હતી. જોકે, તેની કેપ્ટનશિપમાં ટીમને સતત હાર મળી રહી હતી, જેના કારણે સીઝનની વચ્ચે જ ધોનીને ફરી કેપ્ટન બનાવી દેવાયો હતો. તે પછી જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પરથી સીએસકેને લગતી પોસ્ટ હટાવી દીધી હતી. તે પછી કહેવામાં આવી રહ્યું હતું કે, ધોની અને તેની વચ્ચે અણબનાવ થયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *