ઘાતક ફોર્મ ધરાવતા આઝમથી સંઘર્ષ કરી રહેલો કોહલીઃ એશિયા કપમાં પાંચ ખેલાડી પર રહેશે નજર - five players to watch at asia cup 2022 inform babar azam to struggling virat kohli

ઘાતક ફોર્મ ધરાવતા આઝમથી સંઘર્ષ કરી રહેલો કોહલીઃ એશિયા કપમાં પાંચ ખેલાડી પર રહેશે નજર – five players to watch at asia cup 2022 inform babar azam to struggling virat kohli


શનિવારે એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં એશિયાની ટોચની ટીમો ભાગ લેશે. આ વર્ષે એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાશે. જોકે, આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર સૌની નજર રહેશે. જોકે, આ ઉપરાંત તમામની નજર એશિયાના સ્ટાર ખેલાડીઓ પર પણ રહેશે. આ ટુર્નામેન્ટમાં બે ખેલાડીઓ એવા છે જેના પર સૌનું ધ્યાન વધારે રહેશે. આ ખેલાડી છે પાકિસ્તાની સુકાની બાબર આઝમ અને ભારતીય સ્ટાર વિરાટ કોહલી. આ બંને ખેલાડી હાલમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. એક તરફ બાબર આઝમ ઘાતક ફોર્મમાં છે જ્યારે બીજી તરફ વિરાટ કોહલી રન નોંધાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જોકે, આ બે સિવાય ત્રણ અન્ય ખેલાડી છે જે કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે.

બાબર આઝમ (પાકિસ્તાન)
સ્ટાર ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાગ્રસ્ત હોવાના કારણે તે ટુર્નામેન્ટમાં રમવાનો નથી તેવામાં પાકિસ્તાનનો ઘણો મદાર બાબર આઝમની આક્રમક બેટિંગ પર રહેશે. 27 વર્ષીય સ્ટાર બેટર ટી20 અને વન-ડે રેન્કિંગમાં ટોચ પર છે. 2021ના ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો 10 વિકેટે પરાજય થયો હતો જેમાં આઝમે અણનમ 68 રનની ઈનિંગ્સ રમી હતી.

વિરાટ કોહલી (ભારત)
ભારત અને પાકિસ્તાની ટીમ એશિયા કપમાં આમને-સામને થશે ત્યારે સ્ટાર બેટર વિરાટ કોહલી પોતાની 100મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમશે. કોહલીને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો હતો. 33 વર્ષી બેટર છેલ્લા ઘણા સમયથી મોટી ઈનિંગ્સ રમી શક્યો નથી. તેણે છેલ્લે નવેમ્બર 2019માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી અને ત્યારબાદ તે તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. 2011માં પદાર્પણ કર્યા બાદ તેણે 102 ટેસ્ટમાં 27 સદી ફટકારી છે. ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે કોહલી પ્રથમ મેચમાં અડધી સદી ફટકારશે તો બાકીની ટુર્નામેન્ટ માટે ટીકાકારોના મોઢા બંધ થઈ જશે.

વાનિન્દુ હસારંગા (શ્રીલંકા)
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શ્રીલંકન સ્પિનર વાનિન્દુ હસારંગાએ પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. તેણે 16 મેચમાં 26 વિકેટ ઝડપી હતી. પોતાના સાથી સ્પિનર મહીશ તિક્સના, જેફ્રી વાન્ડેરસે અને પ્રવીણ જયવિક્રમા સાથે મળીને યુએઈની સ્પિન ફ્રેન્ડલી પિચ પર કમાલ કરી શકે છે. એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપ માટે શ્રીલંકન ટીમ તેને ફિટ રાખવા ઈચ્છતી હતી તેથી તે ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં રમ્યો ન હતો. આ ઉપરાંત તે મિડલ ઓર્ડરમાં બેટિંગ પણ કરી શકે છે.

સાકીબ અલ હસન (બાંગ્લાદેશ)
સાકીબ અલ હસન ઓન અને ઓફ ધ ફિલ્ડ વિવાદોમાં રહેતો હોય છે પરંતુ તે બાંગ્લાદેશ માટે હંમેશા સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનારો ખેલાડી રહ્યો છે. વર્તમાન ટીમમાં તે સૌથી અનુભવી ખેલાડી છે. 35 વર્ષીય ઓલ-રાઉન્ડર પણ વિરાટ કોહલીની જેમ 100મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમશે. એશિયા કપમાં મંગળવારે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે તે સાકીબની 100મી ટી20 મેચ હશે.

રાશિદ ખાન (અફઘાનિસ્તાન)
અફઘાનિસ્તાન માટે સ્પિરન રાશિદ ખાન સૌથી મહત્વનો ખેલાડી છે. આ લેગ સ્પિનરે 66 આંતરરાષ્ટ્રીય ટી20માં 112 વિકેટ ઝડપી છે. 23 વર્ષીય અફઘાની ખેલાડીએ વૈશ્વિક ટી20 ક્રિકેટ લીગમાં પોતાની છાપ છોડી છે જેમાં આઈપીએલ અને ધ હન્ડ્રેડ સામેલ છે. છેલ્લા ઘણા સમયથી તે લોઅર ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ પણ કરી રહ્યો છે. અફઘાનિસ્તાની ટીમમાં રાશિદ ખાન ઉપરાંત સુકાની મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાન તથા નૂર અહેમદ સામેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *