sourav ganguly, સૌરવ ગાંગુલીએ કરી શુભમન ગિલની પ્રશંસા, ગુસ્સે ભરાયા વિરાટ કોહલીના ફેન્સ - sourav gangulys tweet appreciating shubman gill leaves virat kohli fans disappointed

sourav ganguly, સૌરવ ગાંગુલીએ કરી શુભમન ગિલની પ્રશંસા, ગુસ્સે ભરાયા વિરાટ કોહલીના ફેન્સ – sourav gangulys tweet appreciating shubman gill leaves virat kohli fans disappointed


આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની અંતિમ લીગ ધમાકેદાર અને રોમાંચક રહી હતી. આ મેચમાં બંને ટીમના એક-એક ખેલાડીએ સદી ફટકારી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે વિરાટ કોહલીએ જ્યારે ગુજરાત ટાઈટન્સ માટે ઓપનર શુભમન ગિલે સદી ફટકારી હતી. કોહલીની સદીથી બેંગલોરે મોટો સ્કોર નોંધાવ્યો હતો અને તે પ્લેઓફમાં પહોંચે તેવી આશા જાગી હતી. જોકે, શુભમન ગિલે ગુજરાત ટાઈટન્સને છ વિકેટે વિજય અપાવીને કોહલી અને બેંગલોરની આશા પર પાણી ફેરવી દીધું હતું.

ક્રિકેટ જગતે વિરાટ કોહલી અને શુભમન ગિલના પ્રદર્શનની ભારે પ્રશંસા કરી હતી. જેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પણ પાછળ ન હતો. ગાંગુલીએ પણ ટ્વિટર પર પ્રશંસા કરી હતી. જોકે, ગાંગુલીની ટ્વિટથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોહલીના ફેન્સ રોષે ભરાયા હતા. ગાંગુલીએ ટ્વિટમાં કહ્યું હતું કે, આ દેશ કેવી પ્રતિભા પેદા કરે છે… શુભમન લિગ… અદ્દભુત… બે મેચમાં બે લાજવાબ સદી… આઈપીએલ… આ ટુર્નામેન્ટના કેવું સ્ટાન્ડર્ડ છે.
ગાંગુલીની આ ટ્વિટમાં શુભમન ગિલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ વિરાટ કોહલીનું નામ ન હતું. જેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને વિરાટ કોહલીના ફેન્સ રોષે ભરાયા હતા. મોટા ભાગના ફેન્સે લખ્યું હતું કે દાદા તમે તમારી ટ્વિટમાં વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યો નથી. તમારે કોહલીનું નામ પણ લખવાની જરૂર હતી.

નોંધનીય છે કે વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચેના અણબનાવની વાત કોઈ ક્રિકેટપ્રેમીથી છૂપી નથી. આઈપીએલમાં એક મેચ બાદ ગાંગુલી અને કોહલીએ હાથ મીલાવ્યા ન હતા. જોકે, બાદમાં બીજી વખથ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સની ટીમ આમને-સામને થઈ હતી ત્યારે બંનેએ હાથ મીલાવ્યા હતા. ઘણા ફેન્સનું માનવું છે કે ગાંગુલી અને કોહલી વચ્ચેના સંબંધો વણસેલા છે.

મેચની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઈટન્સ સામેની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે ઘણી મહત્વની હતી. પ્લેઓફમાં પહોંચવા માટે બેંગલોરે આ મેચ જીતવી જરૂરી હતી. બેંગલોરે કોહલીની સદીની મદદથી 20 ઓવરમાં 197 રનનો સ્કોર ખડક્યો હતો. પરંતુ શુભમન ગિલની અણનમ સદીની મદદથી ગુજરાતે આ મેચ પાંચ બોલ બાકી રાખતા જીતી લીધી હતી. આ સાથે જ બેંગલોરનું આઈપીએલ-2023 અભિયાન સમાપ્ત થઈ ગઈ હતી. બેંગલોરના હારવાથી મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *