virat kohli, IPL: વિરાટ કોહલીની સતત બીજી સદી, ગુજરાત સામે મચાવી ધમાલ, ક્રિસ ગેઈલનો તોડ્યો રેકોર્ડ - virat kohli hits second century in a row and also breaks record of chris gayle

virat kohli, IPL: વિરાટ કોહલીની સતત બીજી સદી, ગુજરાત સામે મચાવી ધમાલ, ક્રિસ ગેઈલનો તોડ્યો રેકોર્ડ – virat kohli hits second century in a row and also breaks record of chris gayle


બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના ધાકડ બેટર વિરાટ કોહલી (Virat Kohli)એ બેક ટુ બેક બીજી સદી ફટકારી છે. ગુજરાત ટાઈટન્સ (GT)ની સામે વિરાટ 61 દડામાં 101 રન બનાવી અણનમ રહ્યો. પોતાની ઈનિંગ્સમાં વિરાટે 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. વિરાટે પોતાની આ પહેલાની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે પણ સદી ફટકારી હતી. આઈપીએલ કરિયરમાં તેની આ 7મી સદી છે. વિરાટે સદી ફટકારતા જ સ્ટેડિયમમાં બેઠેલી તેની પત્ની અનુષ્કા શર્મા ખુશીથી ઝૂમી ઉઠી હતી.

હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ

આઈપીએલમાં વિરાટ કોહલી કરતા વધુ સદી બીજા કોઈ ખેલાડીએ ફટકારી નથી. વિરાટ પછી ક્રિસ ગેલ જ એવો ખેલાડી છે જેણે આઈપીએલમાં 6 સદી ફટકારી છે. તો, આ લીગમાં કોહલી માત્ર ત્રીજો એવો ખેલાડી પણ બન્યો છે, જેણે સતત બે ઈનિંગ્સમાં સદી ફટકારી છે. વિરાટ પહેલા આવું શિખર ધવન અને જોસ બટલર કરી ચૂક્યા છે.

વિરાટના 16મી સીઝનમાં 600 રન પણ થયા પૂરા
આઈપીએલમાં 7મી સદી ફટકારવા ઉપરાંત વિરાટ કોહલીએ એક સીઝનમાં 600 રનનો આંકડો પણ પાર કરી લીધો છે. વિરાટ કોહલીએ આઈપીએલના ઈતિહાસમાં એવું ત્રીજી વખત કર્યું છે, જ્યારે તેણે એક સીઝનમાં પોતાની ટીમ માટે 600 કે તેનાથી વધુ રન બનાવ્યા છે. આ પહેલા કોહલીએ વર્ષ 2013 અને 2016માં પણ આવું કર્યું હતું. આ મામલે તેનાથી આગળ માત્ર કેએલ રાહુલ છે, જેણે આઈપીએલની એક સીઝનમાં 600 કે તેનાથી વધુ રન બનાવ્યાનું કારનામું ચાર વખત કર્યું છે.

આરસીબીએ ગુજરાતને આપ્યું 198 રનનું લક્ષ્ય
આરસીબીની ટીને ગુજરાત સામે પહેલા બેટિંગ કરતા વિરાટ કોહલીની સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 197 રનનો સ્કોર ખડક્યો હતો. વિરાટ કોહલી સિવાય આરસીબીનો અન્ય કોઈ બેટ્સમેન વધારે સમય ક્રીઝ પર ટકી શક્યો ન હતો. વિરાટની સાથે ઓપનિંગમાં આવેલો આરસીબીનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 28 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તો ગ્લેન મેક્સવેલ 11, મહિપાલ લોમરોર 1 રન, માઈકલ બ્રેસવેલ 26 રન અને દિનેશ કાર્તિક 0 રન જ બનાવી શક્યા હતા. જ્યારે અનુજ રાવત 23 રને અણનમ રહ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *