હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
નવીન-કોહલીના ઝઘડાની નિકોલસે લીધી મજા?
વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરન, જે આઈપીએલ 2023માં લખનઉ તરફથી રમી રહ્યો છે, તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતે કેમેરાની સામે આવે છે અને કહે છે કે ‘અનુમા લગાવો કે આ કોણ છે?’ જે બાદ તે પોતાનો કેમેરા બાજુમાં બેઠેલા નવીન-ઉલ-હક તરફ કરી દે છે. જે બાદ પૂરન કહે છે ‘ધ મેંગો ગાય’. હાલમાં જ નવીને કેરી દ્વારા આડકતરી રીતે કોહલીને ચીડવવાનો પ્રયાસ કર્યો હતો. પૂરન પણ અહીંયા તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વિશે વાત કરતો જોવા મળ્યો.
10 દિવસ બાદ જીવન સામેની જંગ જીત્યા પિતા, LSGને જીત અપાવ્યા બાદ ભાવુક થયો મોહસિન ખાન
મેચ બાદ ઝઘડી પડ્યા કોહલી-ગંભીર-નવીન
આઈપીએલની આ વખતની સીઝનમાં કોહલી, ગૌતમ ગંભીર અને નવીન વચ્ચેની લડાઈ સૌથી વિવાદાસ્પદ પળ રહી. ઈકાના સ્ટેડિયમમાં કોહલી અને ગંભીર સામસામે આવી ગયા હતા અને તેનું કેન્દ્ર હતો નવીન, જે મેચ શરૂ થઈ ત્યારથી કોહલી સાથે બોલાચાલી કરી રહ્યો હતો. જે બાદ બંનેએ સોશિયલ મીડિયા થકી એકબીજા પર નિશાન સાધ્યું હતું. નવીનની કેરીવાળી સ્ટોરી બાદ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં હોલિવુડ એક્ટર કેવિન હાર્ટ કહી રહ્યો હતો કે, તેની પાસે મતભેદ, ગુસ્સો અને નકારાત્મકતા માટે સમય નથી. આ વીડિયોની સાથે લખ્યું હતું ‘વર્ડ’.
IPL: મુંબઈ સામે અંતિમ ઓવરમાં લખનૌનો રોમાંચક વિજય, પ્લેઓફ માટે દાવેદારી મજબૂત બનાવી
ઝઘડા બાદ વિરાટ કોહલીનું રિએક્શન
આ સિવાય એક ઈન્ટરવ્યૂમાં કોહલીએ કહ્યું હતું કે ‘કોઈ ફરક નથી પડતો કે તમારી પાસે કેવી ભાવના છે અથવા તમને કેટલું દુઃખ થયું છે. જીવન ચાલતું રહેવું જોઈએ. જીવન કોઈના માટે અટકતું નથી. તેથી, જો તમે તેની પ્રક્રિયા ન કરો અને સમજો કે અમુક સમયે અટવાઈ ગયા છો, તો તમને નુકસાન થશે. ઝઘડો, ગુસ્સો, નકારાત્મકતા… મારી પાસે તેના માટે નથી, કારણ કે હું ઘણી પોઝિટિવિટી વચ્ચે જીવી રહ્યો છું. હું ભૂતકાળમાં ઉભો રહી શકતો નથી અને જે ખોટું હતું તે ન્હાઈ શકું છું’.
Read latest Cricket News and Gujarati News