હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો વીડિયો
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મંદિરની મુલાકાત દરમિયાનનો જૂનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારતીય ખેલાડી ધોનીમાં જોવા મળી રહ્યો છે અને તેણે પોતાના ગળા ફરતે શાલ વીંટાળી છે. તો બીજી તરફ, એક્ટ્રેસે પાઉડર પિંક કલરની સાડી પહેરી છે. બંનેના ગળામાં ફૂલનો હાર છે અને કપાળ પર ચંદન-કંકુનું તિલક કરેલું છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે પૂછ્યું છે ‘હવે કયા મંદિરે પહોંચી ગયા?’ એક ફેને કોહલીને આધ્યાત્મિકતા તરફ વાળવા માટે અનુષ્કાનો આભાર માન્યો છે. એક યૂઝરે લખ્યું છે ‘ભગવાન તેને સારી રીતે રમવાની તાકાત આપજો’. કેટલાકે ક્રિકેટર માટે ‘કિંગ કોહલી’ લખતાં રેડ હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે.
કૃણાલ પંડ્યાએ કેએલને પણ સારો કહેવડાવ્યો, સુકાનીપદ સંભાળતાની સાથે નોંધાવ્યો શરમજનક રેકોર્ડ
દિલ્હીના રસ્તા પર ફર્યા વિરાટ અને અનુષ્કા
વિરાટએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દિલ્હીના રસ્તા પર પત્ની અનુષ્કા સાથે ફરવા નીકળ્યો હતો તે વખતની એક તસવીર હાલમાં જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી, જેમાં તે ગ્રે ટીશર્ટ અને ડેનિમમાં દેખાયો હતો તો એક્ટ્રેસે બ્લેક શર્ટ અને મેચિંગ લેગિંગ પહેરી હતી. આ સાથે લખ્યું હતું ‘આઉટ એન્ડ અબાઉટ ઈન દિલ્હી’.
આધ્ચામિક ટ્રિપ પર વિરુષ્કા
આ પહેલા માર્ચમાં, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા હતા. આ દરમિયાન પણ તેમના ઘણા વીડિયો અને તસવીરો સામે આવ્યા હતા, જેમાં તેઓ શિવલિંગની પૂજા કર્યા બાદ જળાભિષેક કરતાં દેખાયા હતા. તે પહેલા ડિસેમ્બર 2022માં તેઓ નીમ કરૌલી બાબાના આશ્રમ અને વૃંદાવન પહોંચ્યા હતા. અહીંયા તેમણે જરૂરિયાતમંદોમાં ધાબળાનું વિતરણ કર્યું હતું તેમજ બ્રાહ્મણોને ભોજન પણ કરાવ્યું હતું.
‘હવે તું મને શીખવાડીશ…’ કોહલી અને ગંભીર વચ્ચેની દલીલમાં શું થઈ વાત? એક-એક શબ્દ જાણો
ગંભીર સાથેના ઝઘડાના કારણે ચર્ચામાં કોહલી
સોમવારે ચેન્નઈ અને લખનઉની મેચ ખતમ થયા બાદ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી મેદાન પર સામસામે આવી ગયા હતા. આમ જોવા જઈએ તો, બંનેના ઝઘડાની શરૂઆત ત્રણ અઠવાડિયા પહેલા જ થઈ હતી. 10 એપ્રિલે ઘરઆંગણે ચેન્નઈને હરાવ્યા બાદ લખનઉના મેન્ટર ગંભીરે સ્ટેડિયમમાં બેઠેલા કોહલીના ફેન્સ સામે જોઈ મોં પણ આંગળ રાખવાનો ઈશારો કર્યો હતો. એક તરફ હાર અને બીજી તરફ ગંભીરની આ હરકતથી કોહલી રોષમાં હતો. સોમવારે જ્યારે તેણે કૃણાલ પંડ્યાનો કેચ લોન્ગ ઓફ પર પકડ્યો તો તે જોશમાં આવી ગયો હતો અને દર્શકો તરફથી જોઈ મોં પર આંગળી મૂકી હતી. આમ તેણે બદલો પૂરો કર્યો હતો. મેચ પૂરી થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવવા આવ્યા ત્યારે કાઈલ માયર્સે કોહલીને વારંવાર ગાળ આપવા પાછળનું કારણ પૂછ્યું હતું, તો જવાબમાં તેણે પણ તે તેની સાથએ તેમ જોતો હતો તેમ કહ્યું હતું.
BCCIએ ફટકાર્યો દંડ
કોહલીએ નવીન-ઉલ-હકને પણ અપશબ્દો કહ્યા હતા. આ વાત ગૌતમ ગંભીરને પસંદ આવી નહોતી અને ક્રિકેટરને કહ્યું હતું કે ‘જો તું મારા ખેલાડીને કંઈ કહી રહ્યો છે તો તેનો અર્થ એ થયો કે તું મારા પરિવારને ગાળ આપી રહ્યો છે’. તો કોહલીએ તેમને પરિવારને સંભાળવાની આપી હતી અને ગંભીર ફરી આક્રમક થયો હતો. જો અમિત મિશ્રા વચ્ચે ન પડ્યો હોત તો બંનેએ હાથાપાઈ પર પણ આવી ગયા હોત. બીસીસીઆઈએ બંને પર કાર્યવાહી કરતાં કોહલીને 100 ટકા મેચ ફી એટલે કે 1.07 કરોડ જ્યારે ગંભીરને 100 ટકા મેચ ફી એટલે કે 25 લાખનો દંડ ફટકાર્યો હતો.
Read latest Cricket News and Gujarati News