હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
બર્થ ડે સેલિબ્રેશનમાં સચિન તેંડુલકરે દીકરાને મિસ કર્યો
અર્જુનનું ડેબ્યૂ જ સચિન તેંડુલકર માટે સૌથી મોટી ભેટ બની રહ્યું. જો કે, આઈપીએલના કારણે તે પિતાના બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થઈ શક્યો નહીં અને સચિને પણ તેને ખૂબ મિસ કર્યો. તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મહારાષ્ટ્રમાં આવેલા માચલીમાં એન્જોય કરેલા સ્ટેકેશનની તસવીર શેર કરી છે, જેમાં તેઓ પ્રિન્ટેડ શર્ટ તેમજ શોર્ટ્સમાં જોવા મળી રહ્યા છે અને ચૂલો સળગાવી રહ્યા છે, બીજી તરફ દીકરી સારાએ ફ્લોરલ પ્રિન્ટનું લોન્ગ આઉટફિટ પહેર્યું છે અને પિતાને મદદ કરી રહી છે. આ સિવાય પત્ની અંજલી ચૂલા પર રહેલા વાસણમાં કંઈક બનાવી રહ્યા છે. આ સાથે લખ્યું છે ‘તમે દરરોજ અડધી સદી નથી મારતા, પરંતુ જ્યારે તમે તેમ કરો છો ત્યારે તે લોકો સાથે ઉજવણી કરવા લાયક હોય છે, જે તમારા માટે સૌથી વધુ મહત્વના છે. હાલમાં જ મેં શાંત ગામમાં મારી ટીમ- મારા પરિવાર સાથે 50 બર્થ ડેની ઉજવણી કરી. અર્જુનને ખૂબ મિસ કર્યો કારણ કે હાલ તે આઈપીએલમાં વ્યસ્ત છે’. તેના પર કોમેન્ટ કરતાં ‘જેઠાલાલ’ દિલીપ જોશીએ લખ્યું હતું કે ‘તમને સમયાંતરે મૂળમાં પાછા જતા જોવાનું અદ્દભુત છે. અરે હા, ટીમ ફેમિલી એ મૂળ છે, જેના પર આપણે વ્યક્તિગત રીતે આધારિત રહીએ છીએ’
IPL: સહા અને રાશિદ ખાન ઝળક્યા, ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને કચડ્યું
કેકેઆર સામેની મેચમાં અર્જુન તેંડુલકરનું ડેબ્યૂ
આઈપીએલ 2023માં અર્જુન તેંડુલકર અત્યારસુધીમાં કુલ ચાર મેચ રમ્યો છે અને ત્રણ વિકેટ લીધી છે. તેણે પોતાની પહેલી મેચ રમવા માટે ઘણી મહેનત કરી હતી. તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે 2021થી જોડાયેલો છે. દીકરાના ડેબ્યૂ બાદ સચિન ઈમોશનલ થયા હતા અને ટ્વીટ કરને લખ્યું હતું ‘અર્જુન આજે તે એક ક્રિકેટર તરીકેની જર્નીમાં વધુ એક મહત્વનું પગલું ભર્યું છે. પિતા તરીકે, જે તને પ્રેમ કરે છે અને ગેમ પ્રત્યે જુસ્સો ધરાવે છે, હું જાણું છું કે ગેમને તું તારું શ્રેષ્ઠ અને જે સન્માનને હકદાર છે તે આપતો રહીશ અને ગેમ તને એ જ પરત આપતું રહેશે’. આ સાથે ઉમેર્યું હતું કે ‘અહીંયા સુધી પહોંચવા માટે તે ઘમી મહેનત કરી છે, મને ખાતરી છે કે આગળ પણ તું તેમ કરતો રહીશ. આ સુંદર સફરની શરૂઆત છે. ઓલ ધ બેસ્ટ’.
ODI World Cup: ક્રિકેટ રસિયાઓ તૈયાર થઈ જાવ અમદાવાદમાં થશે ભારત-પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર!
યોગરાજ સિંહ પાસેથી લીધું છે કોચિંગ
અર્જુનને પણ પિતા સચિન તેંડુલકરની જેમ બાળપણથી જ ક્રિકેટમાં રસ હતો. જો કે, સચિન ઈચ્છતા હતા કે તેમણે મેળવેલી પ્રસિદ્ધિની ઝાકમઝોળથી દીકરો અંજાઈ ન જાય. આ માટે તેમણે તેવા કોચની શોધ શરૂ કરી જે ભૂલ થાય ત્યારે થપ્પડ પણ મારી દે. અર્જુને યોગરાજ સિંહ પાસેથી કોચિંગ લીધું છે. પહેલા જ દિવસે યોગરાજે અર્જુનને તે સચિનનો દીકરો હોવાનું ભૂલી જવા કહ્યું હતું. જે બાદ તેને આર્મી કેમ્પ જેવી ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં સવારે પાંચ કલાકે ઉઠવાનું, બે કલાક દોડવાનું અને બાદમાં જિમ કરવાનું હતું.
Read latest Cricket News and Gujarati News