Krunal Pandya, CSK vs LSG: Krunal Pandyaએ તો KL Rahulને પણ સારો કહેવડાવ્યો, સુકાનીપદ સંભાળતાની સાથે જ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ - shameful record for krunal pandya as a captain of lucknow super giants

Krunal Pandya, CSK vs LSG: Krunal Pandyaએ તો KL Rahulને પણ સારો કહેવડાવ્યો, સુકાનીપદ સંભાળતાની સાથે જ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ – shameful record for krunal pandya as a captain of lucknow super giants


લખનઉ: બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની (IPL 2023) 45મી મેચ રમાઈ હતી, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે લખનઉ સુપર જાયન્ટ્સની (Lucknow Super Giants) (CSK vs LSG) ટક્કર થઈ હતી. કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ઈજાગ્રસ્ત થતાં કૃણાલ પંડ્યાએ (Krunal Pandya) લખનઉની કમાન સંભાળી હતી. જો કે, કેપ્ટનશિપમાં તેનું ડેબ્યૂ કંઈ ખાસ રહ્યું નહીં. પાંચમા નંબર પર બેટિંગ કરવા ઉતરેલો આ ખેલાડી ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. આ સાથે તેના નામ પર એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો. આઈપીએલના ઈતિહાસમાં કૃણાલ માત્ર ત્રીજો એવો ખેલાડી છે, જે કેપ્ટનશિપમાં ડેબ્યૂ કરતા જ પહેલા બોલમાં આઉટ થઈ ગયો.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

કૃણાલ પંડ્યાના નામ પર શરમજનક રેકોર્ડ
આ લીગમાં સૌથી પહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ સાથે થયું હતું, જ્યારે તે 2008માં ડેક્કન ચાર્જર્સ માટે કપ્તાનીની ડેબ્યૂ મેચમાં પહેલા બોલમાં આઉટ થઈ ગયો હતો. આવું બીજીવાર આ સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતી વખતે એડન માર્કરમ સાથે થયું હતું, જ્યારે તે લખનઉ સુપર જાયન્ટ્સ સામે કેપ્ટનશિપમાં ડેબ્યૂ કરતાં પહેલા જ બોલમાં આઉટ થયો હતો. તો કૃણાલ પંડ્યા આઈપીએલના ઈતિહાસમાં આવો ત્રીજો કેપ્ટન બન્યો છે.

વરસાદના કારણે રદ્દ થઈ મેચ
લખનઉ અને ચેન્નઈ વચ્ચે ઈકાના સ્ટેડિયમાં રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. મેચમાં માત્ર પહેલી જ ઈનિંગ રમી શકાઈ હતી. સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બોલિંગમાં ચેન્નઈએ દમદાર શરૂઆત પણ કરી હતી. આ જ કારણ છે કે, લખનઉની ટીમ માત્ર 44 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી બેસી હતી. જો કે, વરસાથી મેચ રોકાઈ ત્યાં સુધી લખનઉ માટે આયુષ બડોનીએ 33 બોલમાં 59 રન ફટકાર્યા હતા. તેની આ ઈનિંગના કારણે લખનઉ 19.2 ઓવરમાં 125 રન બનાવી શક્યું હતું. તો બોલિંગમાં ચેન્નઈ તરફથી મોઈન અલી, મહેશ તિક્ષાણા અને માથિસા પાથિરાનાએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે રવીન્દ્ર જાડેજાના ખાતામાં એક વિકેટ આવી હતી.

IPL: લખનૌ અને ચેન્નઈની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો

ચેન્નઈ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો કેએલ રાહુલ
ભારતીય બેટ્સમેન અને એલએસજીનો કેપ્ટન કેએલ રાહુલ આઈપીએલ 2023થી બહાર થઈ ચૂક્યો છે. આરસીબી સામેની ગત મેચમાં ફીલ્ડિંગ દરમિયાન તે ભયંકર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેવામાં સાત જૂનથી લંડનમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા તેનું ફિટ થવું મુશ્કેલ છે. માર્કસ સ્ટોઈનિસના બોલ પર ફાક ડુપ્લેસિસના કવર ડ્રાઈવને બાઉન્ડ્રી પર રોકવા દરમિયાન રાહુલને જમણી જાંખ પર વાગ્યું હતું. રાહુલ આજે (4 મે) સ્કેન માટે મુંબઈ જશે. બીસીસીઆઈના સ્પોટ્સ્ સાઈન્સ અને મેડિકલ ટીમની સામે વિકેટકીપર બેટ્સમેનને તૈયાર કરવો એક મોટો પડકાર સાબિત થશે. રાહુલ એમ પણ છેલ્લા કેટલાક મહિનાથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. સમય-સમય પર તેને ટીમમાંથી બહાર કાઢવાની માગ ઉઠતી રહે છે.

‘હવે તું મને શીખવાડીશ…’ કોહલી અને ગંભીર વચ્ચેની દલીલમાં શું થઈ વાત? એક-એક શબ્દ જાણો

WTCમાં રમવા અંગે પ્રશ્નાર્થ
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, બેંગ્લોર સામેની મેચમાં જબરદસ્ત હોબાળો થયો હતો, તે જ મેચ દરમિયાન રાહુલને જાંખમાં ગંભીર ઈજા થઈ હતી. તેની સામે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમમાં સામેલ જયદેવ ઉનડકટ પણ આઈપીએલથી બહાર થઈ ગયો છે. તેના ખભાની સ્થિતિ ઘણી ગંભીર છે.

ગુરુવારે મુંબઈમાં કરાશે સ્કેનિંગ
બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘કેએલ રાહુલનું સ્કેનિંગ મુંબઈમાં કરવામાં આવશે. તેની સાથએ-સાથે ઉનડકટના કેસને પણ જોવામાં આવશે. જ્યારે કોઈને આ પ્રકારની યીદા પહોંચે છે, ત્યારે તેના આસપાસમાં ઘણો દુખાવો થાય છે અને સોજો આવી જાય છે. સોજો ઠીક થવામાં લગભગ 24થી 48 કલાક લાગે છે. બાદમાં જ તમે સ્કેન કરી શકો છો’.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *