વાસ્તવમાં ટોસ પછી મોરિસને ધોનીને પૂછ્યું હતું કે, ‘શું તમે તમારી છેલ્લી IPL સિઝનનો આનંદ માણી રહ્યા છો.’ આ સવાલ પર ધોનીએ હસીને કહ્યું કે તમે નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી આઈપીએલ સિઝન છે, મેં એવું નક્કી નથી કર્યું.
નોંધનીય છે કે જ્યારે ધોની ટોસ માટે મેદાન પર આવ્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકોનો એટલો અવાજ હતો કે તે બરાબર સાંભળી પણ શક્યો ન હતો. આ સ્થિતિ માત્ર લખનૌની જ નથી. ધોની જે પણ મેદાન પર રમે છે ત્યારે તેને રમતો જોવા માટે ચાહકો ઉમટી પડે છે. હાલમાં ચર્ચા ચાલી રહી છે કે ધોનીની આ અંતિમ આઈપીએલ છે તેથી ક્રિકેટપ્રેમીઓ પોતાના પ્રિય ખેલાડીને અંતિમ વખત રમતો જોવા માટે ઉમટી પડે છે.
ધોની IPLની છેલ્લી સિઝન રમી રહ્યો છે?
મહેન્દ્ર સિંહ ધોની વિશે કહેવામાં આવી રહ્યું છે કે ધોનીની આ છેલ્લી IPL સિઝન છે. જો કે ધોનીએ આ અંગે ક્યારેય ખુલીને વાત નથી કરી કે તે તેની છેલ્લી IPL સિઝન રમી રહ્યો છે, પરંતુ ધોનીના નિર્ણયો હંમેશા આશ્ચર્યજનક રહ્યા છે, જેના કારણે તે આગળ શું કરવા જઈ રહ્યો છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ધોનીએ વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ધોની છેલ્લે વન-ડે વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા માટે મેદાન પર રમતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર અચાનક જ પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને તેના ચાહકોને આંચકો આપ્યો હતો.