-100-

Virat Kohli Gautam Gambhir altercation, IPL 2023: કોહલી અને ગંભીરને ઝઘડો કરવો ભારે પડ્યો, બંને સામે ભરાયા આકરાં પગલા – ipl 2023 lsg vs rcb virat kohli and gautam gambhir fined 100 percent match fee after altercation


આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ રોમાંચક રહી હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં મોટા ભાગની મેચો હાઈ સ્કોરિંગ રહી છે. જ્યારે બેંગલોર અને લખનૌ વચ્ચેની મેચ લો-સ્કોરિંગ રહી હતી તેમ છતાં પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન થયું હતું. જેમાં બેંગલોરનો વિજય થયો હતો. જોકે, આ મેચના પરીણામ કરતાં મેચ બાદ અને મેચ દરમિયાન બનેલી ઘટનાઓની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. મેચ બાદ બેંગલોરના સ્ટાર બેટર અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને લખનૌ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. બંને વચ્ચે ભારે તકરાર થઈ હતી પરંતુ બંને ટીમના ખેલાડીઓએ દરમિયાનગીરી કરીને મામલો થાડે પાડ્યો હતો. જ્યારે મેચ દરમિયાન કોહલી અને લખનૌના અફઘાની ઝડપી બોલર નવીન-ઉલ-હક વચ્ચે પણ તકરાર થઈ હતી. બાદમાં કોહલી અને નવીને સોશિયલ મીડિયા પર પણ આડકરતી રીતે એકબીજા વિશે પોસ્ટ કરી હતી. જોકે, કોહલી અને ગંભીરને ઝઘડો કરવાનું ભારે પડી ગયું છે અને તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

કોહલી અને ગંભીરને 100 ટકા મેચ ફીનો દંડ, નવીન પણ દંડાયો

કોહલી અને ગંભીર વચ્ચેના તકરારની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, બંને સામે આઈપીએલ કોડ ઓફ કંડક્ટના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ બંનેએ આઈપીએલ કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.21નો ભંગ કર્યો છે. જેના કારણે બંનેને દંડ ફટકારવામાં આવ્યો છે. કોહલી અને ગંભીરને 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ મેચ દરમિયાન કોહલી સાથે તકરાર કરનારા લખનૌના ઝડપી બોલર નવીન-ઉલ-હકને 50 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મેચ પૂરી થયા બાદ કોહલી અને ગંભીર વચ્ચે થયો હતો જોરદાર ઝઘડો

મેચ પૂરી થયા બાદ કોહલી અને ગંભીર વચ્ચે થયો હતો જોરદાર ઝઘડો

કોહલી અને ગંભીર વચ્ચેની તકરાર મેચ પૂરી થયા બાદ થઈ હતી. બેંગલોરનો વિજય થયા બાદ બંને ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ એકબીજા સાથે હાથ મીલાવી રહ્યા હતા. આ દરમિયાન નવીન અને કોહલી વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી. આ દરમિયાન લખનૌ ટીમનો મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે પડ્યો હતો. જેના કારણે આખી ઘટના કોહલી વિરૂદ્ધ ગંભીરની બની ગઈ હતી. લખનૌના ખેલાડીઓએ ગંભીરને દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોહલીએ પણ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગંભીરનો ગુસ્સો શાંત થયો ન હતો. બાદમાં બંને એકબીજાની સામસામે આવી ગયા હતા અને મામલો વધારે ઉગ્ર બન્યો હતો.

મેચ દરમિયાન કોહલીની અમિત મિશ્રા અને નવીન સાથે થઈ હતી તકરાર

મેચ દરમિયાન કોહલીની અમિત મિશ્રા અને નવીન સાથે થઈ હતી તકરાર

મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે બબાલ થઈ હતી પરંતુ મેચ દરમિયાન પણ કોહલી અને અમિત મિશ્રા તથા નવીન ઉલ હક વચ્ચે તકરાર થઈ હતી. લખનૌની ઈનિંગ્સની 17મી ઓવરમાં આ તકરાર થઈ હતી. બ્રોડકાસ્ટર્સ દ્વારા તે ઘટનાના ફૂટેજ દેખાડવામાં આવ્યા હતા. જેમાં કોહલી નવીનને આક્રમક રીતે કંઈક કહી રહ્યો હોય તેવું દેખાય છે. જેના કારણે નવીન તેની પાસે જઈને તકરાર કરતો જોવા મળે છે. આ દરમિયાન સામે છેડે રમી રહેલો અમિત મિશ્રા અને અમ્પાયર વચ્ચે દરમિયાનગીરી કરે છે. બાદમાં કોહલી નવીનને પોતાના શૂઝ દેખાડીને કંઈક કહેતો જોવા મળે છે. બાદમાં કોહલી અમિત મિશ્રા સાથે તકરાર કરતો જોવા મળે છે. જોકે, મેચ પછી બંને ટીમના ખેલાડીઓ હાથ મીલાવતા હોય છે ત્યારે પણ નવીન અને કોહલી વચ્ચે તકરાર થયેલી જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *