મોહમ્મદ સિરાજે મેદાન પર પોતાની જ ટીમના ખેલાડી સાથે કર્યું ગેરવર્તન, બાદમાં માફી માગી

મોહમ્મદ સિરાજે મેદાન પર પોતાની જ ટીમના ખેલાડી સાથે કર્યું ગેરવર્તન, બાદમાં માફી માગી


બેંગલુરુઃઆઈપીએલ મેચમાં માહોલ એટલો તણાવભર્યો હોય છે કે, ખેલાડીઓનો વિરોધી ટીમના ખેલાડીઓ સાથે ઝઘડો થવો સામાન્ય બાબત છે. મુબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચેની મેચમાં ઋતિક શૌકિન અને નીતિશ રાણા વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. પરંતુ, એવું ઘણી ઓછી વખત બને છે કે, કોઈ પોતાની ટીમના ખેલાડી પર જ ગુસ્સે થઈ જાય. રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ (RCB vs RR) વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં આવું જોવા મળ્યું.

મહિપાલ લોમરોર પર ગુસ્સે થયો હતો સિરાજ
મોહમ્મદ સિરાજે ફેંકેલા 19મી ઓવરના છેલ્લા દડા પર ધ્રુવ જુરેલએ લોન્ગ ઓન પર શોટ રમ્યો. તેણે ઝડપથી એક રન લીધો અને બીજો લેવા ભાગ્યો. ત્યાં ફીલ્ડિંગ કરી રહેલા મહિપાલ લોમરોરને આશા ન હતી કે, બેટ્સમેન બીજો રન લેશે. તે દડાની નજીક આરામથી જઈ રહ્યો હતો. પરંતુ, જેવું તેને લાગ્યું કે, બેટ્સમેન બીજો રન લેવાનો છે, તે ઝડપથી ભાગ્યો અને દડો થ્રો કર્યો. સિરાજે દડાને સ્ટમ્પ પર મારતા પહેલા જ પગથી વિકેટ પાડી દીધી. સ્ટમ્પ પર લાગતા પહેલા દડો પણ હાથમાંથી છૂટી ગયો.

આ દરમિયાન સિરાજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે 23 વર્ષના મહિપાલ લોમરોર પર ગુસ્સે થઈ ગયો અને અપશબ્દો પણ કહ્યા. જોકે, મહિપાલે તેના પર કોઈ રિએક્શન ન આપ્યું અને પોતાની જગ્યાએ પાછો જતો રહ્યો.

કેમેરા પર માગી માફી
મેચ પછી મોહમ્મદ સિરાજે મહિપાલ લોમરોરની કેમેરા પર માફી માગી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મેચ પછીનો એક વિડીયો શેર કર્યો છે. સિરાજે તેમાં કહ્યું કે, ‘હું ઘણો ગુસ્સામાં છું. શું નામ છે મહિપાલ, મને માફ કરી દે. હું પહેલા જ બે વખત માફી માગી ચૂક્યો છું. હું મેદાનની બહાર આક્રમકતા નથી રાખતો. આ બધું મેચ પછી શાંત થઈ ગયું છે.’ લોમરોરએ પણ તેના પર કેમેરામાં રિએક્શન આપ્યું. તેણે કહ્યું કે, ‘કંઈ વાંધો નહીં સિરાજભાઈ. મોટી-મોટી મેચોમાં આવી નાની-નાની વાતો થતી રહે છે.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *