સનરાઈઝર્સને હોમટાઉનમાં ટક્કર આપશે દિલ્હી કેપિટલ્સ, જાણો કેવું રહેશે વાતાવરણ અને પિચની સ્થિતિ

સનરાઈઝર્સને હોમટાઉનમાં ટક્કર આપશે દિલ્હી કેપિટલ્સ, જાણો કેવું રહેશે વાતાવરણ અને પિચની સ્થિતિ


SRH vs DC Pitch Report:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 34મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે રમાશે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે ટક્કર થશે. જોકે, સનરાઈઝર્સ અને દિલ્હી માટે બંને માટે આ સિઝન કંઈ ખાસ નથી રહી. સનરાઈઝર્સની ટીમે અત્યાર સુધી રમેલી 6માંથી ફક્ત 2 મેચમાં જ જીત મળી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની હાલત તો તેનાથી પણ ખરાબ છે.

દિલ્હીની ટીમ 5 મેચ હારી ચૂકી છે
દિલ્હી કેપિટલ્સની ટીમ આ સિઝનમાં સતત 5 મેચમાં હારનો સામનો કરી ચૂકી છે. જોકે, છઠ્ઠી મેચમાં તે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીતવામાં સફળ થઈ હતી. આવામાં સનરાઈઝર્સને તેના જ ઘરમાં હરાવવું દિલ્હી માટે સહેલું નહીં હોય. એનું કારણ જાણતાં પહેલા જાણીએ બંને ટીમ વચ્ચે રમાયેલી મેચ માટે પિચ કેવી હશે. તેમ જ આજે (24 એપ્રિલે) વાતાવરણ કેવું હશે.

બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમનો ચાલે છે જાદૂ
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 67 આઈપીએલ મેચ રમાઈ ચૂકી છે. અહીં લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમને સૌથી વધુ સફળતા મળી છે. જ્યારે બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમને આ મેદાન પર 38 મેચમાં જીત મળી છે. બીજી તરફ પહેલા બેટિંગ કરનારી ટીમને 29 મેચમાં જીત મળી છે. આ મેદાન પર સૌથી વધુ સ્કોરની વાત કરીએ તો, તે વર્ષ 2019માં સનરાઈઝર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં બન્યો હતો. તે વખતે અહીં 2 વિકેટ પર 231 રન બન્યા હતા. તો અહીં સૌથી ઓછો સ્કોર 80 રનનો પણ છે, જે વર્ષ 2013માં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ વચ્ચે રમાયેલી મેચમાં બન્યો હતો. જ્યારે તે જ વર્ષે 126 રનનો સ્કોર ડિફેન્ડ કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદનો સ્કોર રહ્યો શાનદાર
તો આ તરફ સનરાઈઝર્સ હૈદરાબાદનો રેકોર્ડ પણ શાનદાર જ રહ્યો છે. સનરાઈઝર્સની ટીમ આ પિચ પર કુલ 47 મેચ રમી છે, જેમાં તેને 30 મેચમાં જીત મળી છે. જ્યારે 16 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત એક મેચમાં ટાઈ પડી હતી. સનરાઈઝર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના છે. સાથે જ વાતાવરણ પણ વાદળછાયું રહેવાની આશા છે. બીજી તરફ અહીં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહે તેવી આશા છે. આવી આશંકાની વચ્ચે આશા છે કે, દિલ્હી અને સનરાઈઝર્સ વચ્ચે એક જોરદાર મેચ જોવા મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *