gujarat titans beats lucknow, મોહિત શર્માએ છેલ્લી ઓવરમાં બદલી નાખી બાજી, એક એક બોલ માટે અપનાવી નવી રણનીતિ - gujarat titans beats lucknow super giants in ipl 2023

gujarat titans beats lucknow, મોહિત શર્માએ છેલ્લી ઓવરમાં બદલી નાખી બાજી, એક એક બોલ માટે અપનાવી નવી રણનીતિ – gujarat titans beats lucknow super giants in ipl 2023


ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 30મી મેચમાં ગુજરાત ટાઈટન્સે લખનઉ સુપરજાયન્ટ્સને 7 રનથી હરાવી દીધું હતું. મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરીને 135 રનનો સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમ આખી મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં મોહિત શર્માએ ફક્ત 4 રન જ બનાવવા દીધા હતા. આવામાં જોઈએ કેવી હતી બંને ટીમની છેલ્લી ઓવરની સ્થિતિ.

લખનઉને 12 રનની જરૂર હતી
લખનઉની જીત માટે છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હતી. મોહિત શર્મા બોલિંગ કરી રહ્યો હતો. મોહિતે ઓવરની પહેલા જ બોલમાં કે. એલ. રાહુલની યોર્કર લેન્થ પર બોલ નાખ્યો, જેના પર 2 રન મળ્યા હતા. જ્યારે મોહિતે બીજો બોલ સ્લો નાખ્યો હતો, જેના પર રાહુલ અસમંજસમાં આવી ગયો હતો ને તેણે બાઉન્ડ્રી પાસે બોલ માર્યો તો તેનો કેચ જયંત યાદવે ઝડપી પાડ્યો હતો. જોકે, રાહુલે 61 બોલમાં 68 રન બનાવ્યા હતા. બીજી તરફ ગુજરાત માટે આ વિકેટ જ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. કારણ કે, રાહુલ ક્રીઝ પર સંપૂર્ણ રીતે જામી ગયો હતો.

લખનઉના પ્લેયર્સ ફ્લોપ રહ્યા
ત્યારબાદ લખનઉને 4 બોલમાં 10 રનની જરૂર હતી. ઓવરના ત્રીજા બોલ પર સામે માર્ક્સ સ્ટોઈનિસ હતો. તેને ખબર હતી કે, જો મેચ જીતવી છે તો પહેલા બોલમાં જ છગ્ગો મારવાનો પ્રયાસ કરવો પડશે. તેણે આવું જ કર્યું, પરંતુ મોહિત શર્માને તે છગ્ગો ન લગાવી શક્યો. આવામાં સ્ટોઈનિસ ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. તેનો કેચ મિલરે ઝડપ્યો હતો. લખનઉની મુશ્કેલી હવે વધી ગઈ હતી. સ્ટોઈનિસ પછી હવે ક્રીઝ પર દિપક હુડા હતો. મોહિત શર્માના ચોથા બોલમાં હુડા માટે લગભગ ફૂલ ટોસ હતો, જેના પર તે યોગ્ય રીતે કનેક્ટ ન કરી શક્યો. તેનું પરિણામ એ આવ્યું કે, લોન્ગ ઓનની દિશામાં ગયેલા બોલ પર તેણે 2 રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન આયૂષ બડોની સમયથી પહેલા ક્રીઝમાં ન પહોંચી શક્યો, જેના કારણે તે રન આઉટ થઈ ગયો હતો.

મોહિત શર્માએ સતત 4 વિકેટ લીધી

જ્યારે પાંચમાં બોલ પર પણ મોહિત શર્માનો સામનો દિપક હુડા સાથે થયો હતો. તે બોલ પર પણ તે 2 રન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સંપૂર્ણ રીતે ચૂકી ગયો અને રન આઉટ થઈ ગયો હતો. આ રીતે મોહિત શર્માની આ ઓવરમાં 4 બોલ પર ગુજરાતને સતત 4 સફળતા મળી હતી. તો છેલ્લા બોલ પર રવિ વિશ્નોઈ બેટિંગની ક્રીઝ પર આવ્યો હતો. આ બોલ ટીમને જીતવા માટે 8 રનની જરૂર હતી, જે સંપૂર્ણ રીતે અશક્ય હતી. આવું થયું પણ ખરું. આ બોલ પર રવિ એક પણ રન ન લઈ શક્યો, જેના કારણે ગુજરાતની ટીમે આ મેચને 7 રનથી પોતાના નામે કરી લીધી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *