ગત વર્ષે અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારા સહરાવતે 2023 સત્રમાં બીજું પોડિયમ સ્થાન મેળવ્યું. તેણે ફેબ્રુઆરીમાં જાગરેબ ઓપનમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બે અન્ય ભારતીય પહેલવાન પણ ગુરુવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં પોતાના સ્થાન બનાવવામાં સફળ રહ્યા. દીપક કુકના (79 કિગ્રા) અને દીપક નેહરા (97 કિગ્રા) પોતાનો સેમીફાઈનલ મુકાબલો હાર્યા બાદ બ્રોન્ઝ મેડલ માટે રમશે.
અનુજ કુમાર (65 કિગ્રા) અને મુલાયમ યાદવ (70 કિગ્રા) મેડલ માટે સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા. ભારતે અત્યાર સુધીમાં આ સ્પર્ધામાં 12 મેડલ જીત્યા છે.
સંઘર્ષમય રહ્યું છે અમનનું જીવન
એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલો ગોલ્ડ અપાવનારા અમન સહરાવતનું જીવન ઘણું સંઘર્ષપૂર્ણ રહ્યું છે. અમનના પિતા સોમવીર સહરાવત અને માતા કમલેશનું 12 વર્ષ પહેલા નિધન થઈ ચૂક્યું છે. તેમ છતાં અમન હાર માન્યા વિના સતત આગળ વધતો રહ્યો. અમન જ્યારે 8 વર્ષનો હતો, ત્યારે જ્યારે પરિવારે તેને દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં મોકલવાની યોજના બનાવી, ત્યારે દિલ્હી જવાના છ મહિના પૂર્વે જ તેની માતાનું નિધન થઈ ગયું હતું અને દિલ્હી ગયાના છ મહિના બાદ તેના પિતાનું નિધન થઈ ગયું હતું. અમન એક સાધારણ ખેડૂત પરિવારમાંથી આવે છે. માતા-પિતાના નિધન બાદ અમનનો ઉછેર તેના મોટા પપ્પા, કાકા અને દાદાએ મળીને કરી.
રેલવેમાં ક્લર્કની નોકરી
અમનને કેન્દ્ર સરકારે રેલવેમાં ક્લર્કની નોકરી આપી છે. તેનું લક્ષ્ય વર્ષ 2024માં પેરિસમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે. અમને પોતાના ગામ બિરહોડમાં આવેલા ગાધણી આશ્રમમાં બનેલા નાના અખાડામાં કુશ્તીની શરૂઆત કરી હતી. તેના ભાઈ રાકેશે જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં કાકા, મોટા પપ્પા અને તે બધા ભાઈઓ કુશ્તીના શોખીન રહ્યા છે. અમન પણ બાળપણથી કુશ્તીનો શોખીન રહ્યો છે.