દીપક ચહર સાથે ધોનીની મજાક
દીપક ચહરે ટીમના તમામ ખેલાડીઓ સાથે મુંબઈ ઈન્ડિયન્સ સામે યોજાનારી મેચને લઈને વાતચીત કરી હતી અને તેમની રણનીતિ શું રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ દરમિયાન તે જેવો કેપ્ટન એમએસ ધોની પાસે ગયો તે તેનું ‘અપમાન’ થયું હતું. વાત એમ છે કે, પ્લેનમાં દીપક ચહર ધોની પાસે તેનું મંતવ્ય જાણવા માટે ગયો હતો. આ દરમિયાન ધોનીનું ધ્યાન પુસ્તક વાંચવામાં હતું. દીપકનો સવાલ પત્યો કે તરત જ ધોનીએ હાથથી ઈશારો કરીને આગળ જવા માટે કહ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું હતું ‘માહી ભાઈ જવાબ આપો… કઈ પરીક્ષાની તૈયારી તમે કરી રહ્યા છો’. ધોનીએ દીપક ચહર સાથે મજાક કરી હતી પરંતુ સીએસકે માટે તેના દ્વારા બનાવવામાં આવેલો આ વીડિયો વ્લોગ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
કેવું રહ્યું દીપક ચહરનું પર્ફોર્મન્સ?
ચેન્નઈ સુપર કિંગ્સના મુખ્ય બોલરમાંથી એક દીપક ચહરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. લીગની બીજી મેચમાં લખનઉના બોલરોએ તેની ધોલાઈ કરી હતી. દીપકે પોતાની ચાર ઓવરના સ્પેલમાં 55 રન ખર્ચ્યા હતા. આ દરમિયાન તેણે અનિયંત્રિત બોલિંગ કરી હતી. પોતાની ચાર ઓવરમાં દીપકે કુલ પાંચ વાઈડ બોલ ફેંક્યા હતા. જણાવી દઈએ કે, ધોની પણ તેની ટીમના બોલર દ્વારા આપવામાં આવી રહેલા એક્સ્ટ્રા રનથી પરેશાન છે. અત્યારસુધીમાં રમાયેલી બે મેચમાં સીએસકેના ખેલાડીઓએ ઘણા નો બોલ અને વાઈડ બોલ ફેંક્યા છે. જેના કારણે ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
IPL 2023: કેન્સરનો સામનો કરી રહ્યા છે સુયશ શર્માના પિતા, પહેલી જ મેચમાં બન્યો સ્ટાર!
સીએસકેને પહેલી મેચમાં મળી હતી હાર
ચેન્નઈ સુપર કિંગ્સને સીઝનની પહેલી જ મેચમાં IPL 2022 ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ તરફથી પાંચ વિકેટથી હાર મળી હતી. જો કે, ટીમે લખનઉ સુપર જાયન્ટ્સ સામે કમબેક કર્યું હતું પરંતુ મુંબઈ સામે જીતવું થોડું પડકારજનક રહેશે.
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ
ઈવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), શિવમ દુબે, મિચેલ સેંટનર, દીપક ચહર, આપએસ હેંગરગેકર, તુષાર દેશપાંડે, ડ્વેન પ્રિયોરિયલ, સુભ્રાંશુ સેનાપતિ, શેખ રશીદ, અજિંક્ય રહાણે, સિસંડા મગલા, નિશાંત સિંધુ, અજય જાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, આકાશ સિંહ, ભગત વર્મા
Read latest Cricket News and Gujarati News