rohit sharma propose fan, રોહિત શર્માએ ફેનને ગુલાબ આપી લગ્ન માટે પ્રપોઝ કરતા ચકચાર! મેચ પહેલાનો વીડિયો વાઈરલ - rohit sharma gave rose to fan proposed him for marriage

rohit sharma propose fan, રોહિત શર્માએ ફેનને ગુલાબ આપી લગ્ન માટે પ્રપોઝ કરતા ચકચાર! મેચ પહેલાનો વીડિયો વાઈરલ – rohit sharma gave rose to fan proposed him for marriage


દિલ્હીઃ ટીમ ઈન્ડિયામાં રોહિત શર્માનું કમબેક થઈ ગયું છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં પણ ટીમની કેપ્ટનશિપ સંભાળી લીધી છે. જોકે આ મેચમાં રોહિત ટોસ હારી ગયો હતો. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. પરંતુ, રોહિત શર્મા આ કિસ્સાને કારણે ચર્ચામાં આવ્યો નથી, આની પાછળ વાત કઈક અલગ જ છે. આનું એક મોટું કારણ મેચ પહેલા તેનો વાઈરલ થયેલો વીડિયો છે, જેમાં તે ગુલાબ આપીને લગ્નનો પ્રસ્તાવ મૂકતો જોવા મળે છે.

ટીમ ઈન્ડિયા વાઈઝેગ પહોંચ્યા બાદ વાઈરલ વીડિયોમાં જીવ આવ્યો છે. આ વીડિયો એક ભારતીય ક્રિકેટ ફેન્સે બનાવ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયા એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી રહી છે. આ દરમિયાન રોહિત શર્મા તે ફેનના કેમેરા પાસેથી પસાર થતા જે કરે છે તેણે બધાને ચોંકાવી દીધા છે. વીડિયો બનાવનારી વ્યક્તિ પણ રોહિતની પ્રક્રિયા જોઈ ચોંકી જાય છે.

રોહિત શર્માનો વીડિયો કેમ થયો વાઈરલ?
ખરેખર, આ વાઈરલ વીડિયોમાં રોહિત શર્મા વીડિયો બનાવનારી વ્યક્તિને ગુલાબ આપે છે. આ પછી, તે ભારતીય ફેન પણ તેનો આભાર માને છે. પરંતુ બીજી જ ક્ષણે રોહિત તેને જે કહે છે તે સાંભળીને તે ચોંકી જાય છે. રોહિત તેને પૂછે છે- શું તમે મારી સાથે લગ્ન કરશો?

આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે અને કેમ નહીં. છેવટે, જો રોહિત શર્મા કંઈક અણધાર્યું કરીને બધાને આશ્ચર્યચકિત કરે છે, તો તે થવાનું જ છે. નોંધનીય છે કે રોહિત શર્મા ઘણીવાર મજાક મસ્તીના મૂડમાં જોવા મળે છે. તેવામાં મેચ પહેલા પણ ભારતીય ટીમનો કેપ્ટન હળવા અંદાજે જોવા મળ્યો હતો. તેનો આ વીડિયો અત્યારે જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ અત્યારે સોશિયલ મીડિયામાં તેની પ્રશંસા કરી રહ્યા છે.

રોહિત શર્મા 13 રન બનાવીને આઉટ
જોકે, જ્યાં સુધી મેચની વાત છે ત્યાં સુધી ઈન્ડિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. આ સમાચાર લખાયા ત્યારસુધી ભારતની 6 વિકેટ પડી ગઈ છે. એટલું જ નહીં રોહિત શર્મા પણ કઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 13 રનનો સ્કોર બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *