ઓસ્ટ્રેલિયા સામે સતત બીજી મેચમાં ગોલ્ડન ડક, સૂર્યાએ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની હાર
હાર બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘નિશ્રિતરૂપથી આ ઓછો સ્કોર બને તેવી પિચ નહોતી અને અમારી ટીમના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું નહોતું. સ્ટાર્ક સારો બોલર છે. તે નવા બોલથી ઓસ્ટ્રેલિયા સામે આટલા વર્ષોથી ભૂમિકા ભજવી રહ્યો છે. તે પોતાની કુશળતા પ્રમાણે અદ્દભુત બોલિંગ કરે છે અને અમે તેની સામે સતત નિષ્ફળ રહ્યા હતા. અમારે આ વાત સમજવી પડશે અને તે પ્રમાણે રમવું પડશે’.
IND vs AUS:ભારતની વન ડેના ઈતિહાસમાં સૌથી મોટી હાર, ઓસ્ટ્રેલિયાની ટીમે ધોઈ નાખ્યા
26 ઓવરમાં ટીમ ઈન્ડિયા ઓલઆઉટ
‘અમે એક બાદ એક વિકેટ ગુમાવતા રહ્યા હતા અને જ્યાં પહોંચવા માગતા હતા ત્યાં પહોંચી શક્યા નહોતા. અમે પહેલી જ ઓવરમાં શુભમન ગિલની વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ મેં અને વિરાટે ઝડપથી 30-35 રન બનાવ્યા હતા. પરંચુ બાદમાં મેં મારી વિકેટ ગુમાવી હતી અને પછી સતત બે વિકેટ પડી. જેના કારણે અમે બેકફુટ પર આવી ગયા હતા. તે સ્થિતિમાં પાછું આવું મુશ્કેલ હોય છે’, તેમ રોહિત શર્માએ ઉમેર્યું હતું.
‘ઓછા રન કરી શકીએ તેવી પિચ નહોતી’
બોલરની નિષ્ફળતા અંગે કેપ્ટને કહ્યું હતું કે, 117નો સ્કોર સહેજ પણ પડકારજનક નહોતો. તેમણે પર 15 બોલમાં 13 રનનું યોગદાન આપ્યું હતું. આગળ તેણે કહ્યું હતું કે ‘આ નિરાશાજનક છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે અમે અમારી ક્ષમતા અનુસાર રમ્યા નહોતા. અમે બોલિંગ પણ સારી કરી નહોતી. અમે જાણતા હતા કે આ સ્કોર સારો નથી. આ જરાય પણ 117 રનના સ્કોરવાળી પિચ નહોતી. કોઈ પણ રીતે નહીં. અમે સારું રમ્યા નહીં’. ઉલ્લેખનીય છે કે, પારિવારિક કારણોસર રોહિત શર્મા સીરિઝની પહેલી મેચ રમી શક્યો નહોતો અને તેમાં સુકાની પદ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવ્યું હતું. આ મેચમાં ભારતની પાંચ વિકેટથી જીત થઈ હતી.
Read latest Cricket News and Gujarati News